શોધખોળ કરો
Advertisement
સેમી ફાઈનલમાં ધોનીના રનઆઉટ પર બોલ્યો ગપ્ટિલ, કહ્યું- ‘મને નહોતું લાગતું કે....’
ગપ્ટિલ માટે આ વિશ્વ કપ નિરાશાજનક રહ્યો છે. તે આ વર્લ્ડ કપમાં 20.87ની સરેરાશથી ફક્ત 167 રન જ બનાવી શક્યો છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીનાં રન આઉટ થવાને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે. ધોનીનાં રન આઉટ થવાના કારણે ભારતીય ટીમ જીતવાથી ચુકી ગઇ. તમામ ક્રિકેટ એક્સપર્ટ અને ફેન્સનું માનવું છે કે ધોની જો ક્રીઝ પર રહ્યો હોત તો ભારત લૉર્ડ્સમાં ફાઇનલ રમતુ જોવા મળત. ગપ્ટિલનાં એક પરફેક્ટ થ્રોએ સંપૂર્ણ ખેલનું પાસુ પલટી દીધું. ત્યારબાદ ભારત આ મેચ 18 રનોથી હારીને વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાંથી બહાર થઇ ગયું.
ગપ્ટિલે આઈસીસીના સોશિયલ મીડિયા પર જાહેર કરેલા વીડિયોમાં કહ્યું છે કે, ‘મને નહોતું લાગતું કે બોલ મારી તરફ આવી રહ્યો છે. હું જલદીથી જલદી બોલ પાસે પહોંચવા માંગતો હતો. એક વખત બોલ હાથમાં આવી ગયો પછી મેં વિચાર્યું કે ખરેખર આ ખુબ જ સરળ છે.’
તેમણે કહ્યું કે, ‘નસીબ સાથે હતું જેથી થ્રો સીધો સ્ટમ્પ પર લાગ્યો. અમે ભાગ્યશાળી હતા, કે તે (ધોની) રન આઉટ થઈ ગયો.’ ભારતને આ મેચમાં 240 રનનો ટારગેટ મળ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા 49.3 ઓવરમાં 221 રન પર ઓલઆઉટ થઈ ગઈ. રવિન્દ્ર જાહેજાએ સૌથી વધુ 77 રન અને મહેન્દ્ર સિંહ ધોનીએ 50 રનની ઈનિંગ રમી હતી. ગપ્ટિલ માટે આ વિશ્વ કપ નિરાશાજનક રહ્યો છે. તે આ વર્લ્ડ કપમાં 20.87ની સરેરાશથી ફક્ત 167 રન જ બનાવી શક્યો છે. શ્રીલંકા સામેની ન્યૂઝીલેન્ડની પહેલી મેચમાં તેણે 73 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગપ્ટિલ સતત રન બનાવવામાં અસફળ રહ્યો, પરંતુ ધોનીને રન આઉટ કરીને તેણે પોતાની ટીમને સતત બીજીવાર ફાઇનલમાં પહોંચાડી છે, જ્યાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ સામે 14 જુલાઈનાં થશે."Lucky enough to get a direct hit from out there" – New Zealand's @Martyguptill on his ⚡ ️throw to dismiss MS Dhoni in the #CWC19 semi-final against India. #BackTheBlackCaps pic.twitter.com/GnerDahQgQ
— ICC (@ICC) July 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement