શોધખોળ કરો
IPL: મુંબઈ ઈન્ડિયન્સે કયા 10 ખેલાડીઓને ટીમમાંથી છૂટા કર્યા? જાણો આ રહ્યા નામ
1/4

મુંબઇ ઇન્ડિયન્સમાંથી બહાર થનારા ખેલાડીઓમાં સૌરભ તિવારી, પ્રદીપ સાંગવાન, શરદ લુંબા, તજિન્દર સિંહ ઢિલ્લો, મોહસીન ખાન, એમડી નિદ્ધેશ, જેપી ડ્યુમિની, પેટ કમિન્સ, મુસ્તફિઝુર રહમાન અને અકિલા ધનંજયને રિલીઝ કર્યા છે.
2/4

મુંબઇ ઈન્ડિયન્સે આ વખતે 18 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઇશાન કિશન, આદિત્ય તારે, અનુકૂલ રોય, સૂર્યકુમાર યાદવ, મયંક માર્કન્ડે, સિદ્ધેશ લાડ રાહુલ ચહરનું નામ સામેલ છે. વિદેશી ખેલાડીઓમાં ઓલ રાઉન્ડર કિરોન પોલાર્ડ, મિશેલન મેકલેનેઘન, ઇવિન લુઇસ, બેન કટિંગ, જેસન બેહરનડોર્ફ, ક્વિન્ટન ડી કોક અને એડમ મિલનેને રિટેન કર્યા છે.
3/4

આઈપીએલ-12 માટે 18 ડિસેમ્બરે યોજાનારી હરાજી પહેલા આઠ ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની જાહેરાત કરી છે. આઠ ટીમોએ 44 વિદેશી ખેલાડી સહિત 130 ખેલાડીઓને રિટેન કર્યા છે. આઈપીએલ-12 માટે 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાનારી હરાજીમાં 20 વિદેશી અને 50 ભારતીય સહિત કુલ 70 ખેલાડી ખરીદવામાં આવશે.
4/4

મુંબઈ: ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન માટે ૧૮ ખેલાડીઓને રિટેન કર્યા છે જ્યારે ૧૦ ખેલાડીઓ રિલીઝ કર્યા છે. આ ૧૦ ખેલાડીઓમાં એક કેપ્ડ, પાંચ અનકેપ્ડ અને ચાર ઇન્ટરનેશનલ ખેલાડી સામેલ છે.
Published at : 16 Nov 2018 03:10 PM (IST)
View More





















