શોધખોળ કરો
Advertisement
આ ક્રિકેટર 24 કલાકની અંદર બે દેશમાં રમ્યો 2 મેચ, ઝડપી 10 વિકેટ
શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ 24 કલાકની અંદર બે અલગ અલગ દેશમાં એક ટી20 અને એક 50 ઓવરનો મેચ રમ્યા.
નવી દિલ્હીઃ આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બોલર લસિથ મલિંગાએ 24 કલાકની અંદર 10 વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા છે. આ 10 વિકેટ તેણે કોઈ એક મેચમાં નહીં પરંતુ બે અલગ અલગ મેચમાં લીધી છે. બુધવારે પહેલા મલિંગા ચેન્નઈ વિરૂદ્ધ આઈપીએલ મેચ રમતા 3 વિકેટ ઝડપી અને ત્યાર બાદ તે એક ઘરેલુ મેચ રમવા માટે સ્વદેશ પરત ફર્યો હતો. અહીં શ્રીલંકન બોલરે ઘરેલુ વનડેમાં પણ દમદાર પ્રદર્શન કરતાં 7 વિકેટ ઝડપી હતી.
Sri Lanka's Lasith Malinga gets ready to bowl during the first one-day international cricket match between New Zealand and Sri Lanka at Bay Oval in Mount Maunganui on January 3, 2019. (Photo by MICHAEL BRADLEY / AFP) (Photo credit should read MICHAEL BRADLEY/AFP/Getty Images)
શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ 24 કલાકની અંદર બે અલગ અલગ દેશમાં એક ટી20 અને એક 50 ઓવરનો મેચ રમ્યા. મલિંગાએ બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ આઈપીએલ મેચ રમ્યા અને બાદમાં અહીં શ્રીલંકા ઘરેલૂ ક્રિકેટ મેચમાં 50 ઓવરના એક મેચમાં પણ ભાગ લીધો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement