વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતીને ક્રિકેટને અલવિદા કહેવા માગે છે આ દિગ્ગજ ખેલાડી, જાણો વિગતે
ભારત વિરુદ્ધ ફાઇનલ મેચ પહેલા બીજે વાટલિંગે સ્ટફ ડૉટ કૉમ ડૉટ ન્યૂઝીલેન્ડને કહ્યું- મને આ મેચનો ઇન્તજાર છે. આ ખુબ રોચક હશે અને આ મેચમાં શાનદાર પ્રદર્શનની કોશિશ કરીશ. જોકે હું તે રીતે જઇશ જેમ બાકીની અન્ય ટેસ્ટ માટે જઇએ છીએ. મારો ટાર્ગેટ જીતનો જ હશે.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન બીજે વાટલિંગને આશા છે કે ભારત વિરુદ્ધ શુક્રવારથી શરૂ થઇ રહેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલને જીતીને તે પોતાની શાનદાર આંતરરાષ્ટ્રીય કેરિયરથી વિદાય લેશે. વાટલિંગ અનુસાર, તેની આ 75મી અને છેલ્લી ટેસ્ટ હશે. કમરની ઇજાના કારણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગયા અઠવાડિયે બીજી ટેસ્ટમાંથી બહાર રહેલા વાટલિંગે આ મુખ્ય મેચ માટે ટીમમાં વાપસી કરી છે.
ભારત વિરુદ્ધ ફાઇનલ મેચ પહેલા બીજે વાટલિંગે સ્ટફ ડૉટ કૉમ ડૉટ ન્યૂઝીલેન્ડને કહ્યું- મને આ મેચનો ઇન્તજાર છે. આ ખુબ રોચક હશે અને આ મેચમાં શાનદાર પ્રદર્શનની કોશિશ કરીશ. જોકે હું તે રીતે જઇશ જેમ બાકીની અન્ય ટેસ્ટ માટે જઇએ છીએ. મારો ટાર્ગેટ જીતનો જ હશે.
આ યાદગાર રફર રહ્યો- વૉટલિંગ
ઉલ્લેખનીય છે કે, વૉટલિંગે 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેને કહ્યું કે, તે નસીબદાર છે કે આટલી લાંબી કેરિયરમાં ફિટનેસની સમસ્યા આડે નથી આવી. તેને કહ્યું- એક ક્રિકેટરને નાની મોટી ઇજાઓ તો થતી રહે છે. કેટલાક મોકા પર કમરના દુઃખાવાએ પરેશાન કર્યો, પરંતુ સમયની સાથે આ ઇજાઓને નિપટાવતા શીખી જવાય છે. હું નસીબદાર છું કે કોઇ મોટી ઇજા નથી થઇ. ન્યૂઝીલેન્ડ માટે રમતા મે મારા સમયનો પુરેપુરો આનંદ ઉઠાવ્યો, આ યાદગાર સફળ રહ્યો.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં મળેલી જીત વિશે વૉટલિંગે કહ્યું- ઇંગ્લેન્ડની તેની ધરતી પર હરાવવુ ખાસ હતુ. અમે કોશિશ કરીશુ કે આ ફોર્મને આ મેચમાં પણ બરકરાર રાખવામાં આવે.
આવી રહી વૉટલિંગની ઇન્ટરનેશનલ કેરિયર-
બીજે વૉટલિંગે 2009માં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. તે લાંબા સમયથી ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમનો ભાગ રહ્યો છે. તેને ન્યૂઝીલેન્ડ માટે 74 ટેસ્ટ રમવા ઉપરાંત 28 વનડે અને પાંચ ટી20 ઇન્ટરનેશનલ મેચ પણ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 37.89ની એવરેજથી 3789 રન છે. આમાં એક ડબલ સદી, આઠ સદી અને 19 અડધી સદી સામેલ છે.





















