આઈસીસીએ કોડ ઓફ કન્ડક્ટ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. બોલ ટેમ્પરિંગ, બીભત્સ ગાળો દેવી, અસભ્ય ભાષાનો ઉપયોગ અને એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવા જેવા ગુનાઓ સામે કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવેશે અને દંડાત્મક પગલાં લેવામાં આવશે.
2/7
આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ ડેવ રિચાર્ડસને જણાવ્યું હતું કે, આઈસીસી દ્વારા ટેસ્ટ ચેમ્પિયનશિપના પહેલાં તબક્કા અંગે જે આયોજનો થઈ ગયા તેમાં કોઈના દ્વારા હસ્તક્ષેપ કરાયો નથી. પહેલી ટેસ્ટ સાઇકલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ મુકાબલો રમાશે નહીં. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, 2021ના બીજા તબક્કાની ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ રાઉન્ડ રમાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
3/7
આઈસીસીના તમામ સભ્ય દેશોએ આ ફોર્મેટનો સ્વીકાર પણ કરી લીધો છે. ભારત અને પાકિસ્તાન આ મુકાબલાની ફાઈનલમાં પહોંચશે તો તટસ્થ સ્થળે બંને વચ્ચે મેચનું આયોજન કરાશે. ફાઈનલ ક્યાં રમાશે તે અંગે હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બાદમાં તે સ્થળ નક્કી કરવામાં આવશે.
4/7
આ ચેમ્પિયનશિપમાં જોડાનારી તમામ ટીમોને ન્યૂ ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામ દ્વારા જ તેમની મેચની માહિતી આપી દેવામાં આવશે. આઈસીસીએ પણ આ ફોર્મેટ દ્વારા જ દેશો વચ્ચેની મેચને માન્યતા આપવાની વાતની ખરાઈ કરી છે.
5/7
દુબઈ: આઈસીસી દ્વારા વન-ડેની જેમ હવે ટેસ્ટ મેચના ફોર્મેટમાં પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમાડવાની તૈયારી કરવામાં આવી છે. 2019-20થી આઈસીસી દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. તેની ફાઈનલ 2021માં યોજવામાં આવશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ અધિકારિક રીતે તેની ખરાઈ કરી હતી. દર્શકો માટે આ નવો અનુભવ હશે પણ લોકો માટે એક માઠા સમાચાર પણ છે.
6/7
આઈસીસી દ્વારા જારી કરાયેલા આ નવા ફોર્મેટમાં 9 ટેસ્ટ ટીમ ભાગ લેશે અને વધારેમાં વધારે 6 સિરીઝ રમાડવામાં આવશે. દરેક ટીમ 6 દેશો સામે ઘર આંગણે અને વિદેશમાં એમ કુલ 3-3 ટેસ્ટ મેચ રમશે. તેના આધારે કુલ 24 મહિનામાં 36 ટેસ્ટ રમાડવામાં આવશે. ઝિમ્બામ્વે, અફઘાનિસ્તાન અને આયરલેન્ડ જેવી ત્રણ ટીમોને જ આ ચેમ્પિયનશિપમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ ટીમો આ સમયગાળા દરમિયાન દ્વિપક્ષીય સિરીઝ રમી શકે છે.
7/7
ક્રિકેટ જગતના બે કટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ લીગ મેચ રાખવામાં આવી નથી. બંને ટીમ લીગ રાઉન્ડ જીતીને ફાઈનલમાં પહોંચે તો જ તેમની વચ્ચે ટક્કર શક્ય બનશે. આ આયોજનથી તમામ સ્તરે લોકોને નવાઈ લાગી રહી છે પણ આઈસીસીએ આ આયોજનને મંજૂરીની મહોર લગાવી દીધી છે.