શોધખોળ કરો
Advertisement
નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, પત્ની પણ મહામારીની ચપેટમાં આવી
દુનિયાનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
દુનિયાનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જોકોવિચે સોમવારે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો અને આગામી દિવસે તેનો રિપોર્ટ પોઝીટીવી આવ્યો છે. જોકોવિચના પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવી આવ્યો છે.
જોકોવિચના બાળકોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જોકોવિચે હાલમાં જ એડ્રિયા ટૂરમાં ભાગ લીધો હતો. આ ટૂરમાં ભાગ લેનારા ઘણા ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
કોરોના વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યા પહેલા જોકોવિચ એડ્રિયા ટૂરમાં ભાગ લેવાને લઈને નિશાના પર હતા. બ્રિટનના ડેન ઈવાંસે ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે ગ્રિગોર દિમિત્રોવ અને બોર્ના કોરિકના કોવિડ 19 ટેસ્ટ પોઝીટીવ આવવાની કેટલીક જવાબદારી મહેસૂસ કરવી જોઈએ. જણાવી દઈએ કે આ બંને ખેલાડીઓ એડ્રિયા ટૂરમાં ભાગ લેવા દરમિયાન કોરોનાની ચપેટમાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરસ થઈ રહી હતી જેમાં જોકોવિચને મારિન સિલિક અને એલેક્ઝેંડર જ્વેરેવ સાથે બાસ્કેટ બોલ રમતા જોઈ શકાય છે. એટલું જ નહી જોકોવિચ કોરિકના ગળામાં હાથ રાખતા પણ જોવા મળી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement