Tokyo Olympics 2020 Live update: હોકીમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર
Tokyo Olympics 2020 Live update: આજે ઓલ્મપિકનો ત્રીજો દિવસ છે. ટોકિયો ઓલમ્પિક સંબંધિત તમામ અપડેટસ જાણવા માટે ABP અસ્મિતા સાથે જોડાયેલા રહો.
LIVE
Background
ટોકિયો ઓલ્મપિકમાં 25 જુલાઇનો દિવસ મહત્વનો રહ્યો.આજે મનિકા બત્રાએ શાનદાર જીત હાંસિલ કરી છે. તો મેરીકોમે પણ વિજય મેળવ્યો છે.
મેરીકોમની શાનદાર જીત
ટોકિયો ઓલ્મપિકમાં 25 જુલાઇનો દિવસ મહત્વનો રહ્યો.આજે મનિકા બત્રાએ શાનદાર જીત હાંસિલ કરી છે. તો મેરીકોમે પણ વિજય મેળવ્યો છે. સ્ટાર બોક્સર મેરીકોમે શાનદાર પ્રદર્શન કર્યું, 38 વર્ષિય આ બોક્સરે તેનો પહેલો મેચ જીતી લીધો છે. રાઉન્ડ 32ના મુકાબલે તેમણે હર્નાડિઝ ગાર્સિયાને હરાવી, મેરીકોમે અંતિમ 16માં પ્રવેશ કરી લીધો છે.
સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાને ડબલ્સ મુકાબલામાં માત મળી
સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાને ડબલ્સ મુકાબલામાં માત મળી છે. આ સાથે ભારતની વૂમેન ડબલ્સમાં મેડલ જીતવાની શક્યતા ખતમ થઇ ગઇ છે. સાનિયા અને અંકિતાએ પહેલા રાઉન્ડના મુકાબલામાં હારી જતાં બહાર થઇ ગઇ છે. સાનિયા અને અંકિતાની જોડીએ પહેલો સેટ 6-0થી જીત્યો હતો. જો કે યુક્રેનની નાદિયા અન લ્યૂડમયલાની જોડીની શાનદાર વાપસી કરતા આગળના બને સેટ જીતી લીધા હતા અને ભારતીય જોડીનું સફર સમાપ્ત થઇ ગયો.
હોકીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 7-1થી હરાવ્યું
#TokyoOlympics: India men's team lose 1-7 to Australia in hockey Pool A game pic.twitter.com/xCOlil3HTY
— ANI (@ANI) July 25, 2021
10 મીટર એર પિસ્તોલ- દિયાંશ દીપક કુમારનું પ્રદર્શન નિરાશાજનક, ક્વોલિફાઇંગ રાઉન્ડથી બહાર
10મીટર એર રાઇફલ ઇવેન્ટમાં પણ ભારતના હાથ નિરાશા જ લાગી છે. ચાર સીરીઝ બાદ દીપક કુમાર 28માં સ્થાન પર છે. જ્યારે દિવ્યાંસ 31માં સ્થાન પર છે. ફાઇનલમાં સ્થાન બનાવવા માટે ટોપ 8માં રહેવું જરૂરી છે.
મનુ ભાકરનો ટોકિયો ઓલ્મપિક સફર સમાપ્ત
ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે ખૂબ જ નિરાશાજનક રહી. 10 મીટર એર પિસ્તોલ ઇનેવન્ટમાં ભારતની સ્ટાર ખેલાડી મનુ ભાકરનો સફર ક્વોલિફાઇડિંગ રાઉન્ડમાં જ સમાપ્ત થઇ ગયો છે. ભારતની વધુ એક ખેલાડી યશસ્વની દેસવાલ પણ ફાઇનલમાં સ્થાન ન બનાવી શકી. મનુ ભાકરની શરૂઆત સારી હતી પરંતુ પિસ્તોમાં મુશ્કેલી સર્જાતા તેમણે તેમની લય ગુમાવી દીધી. તે ક્વોલિફાઇડિંગ રાઉન્ડમાં 12માં સ્થાન પર રહી. ઉલ્લેખનિય છે કે, ફાઇનલમાં માત્ર 8 ખેલાડીઓને જ સ્થાન મળે છે.
ટેનિસ-સાનિયા મિર્ઝા અને અંકિતાનું અભિયાન શરૂ
ટેનિસના મહિલા ડબલ્સમાં ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા અંકિતા રૈનાએ તેમના અભિયાનની શરૂઆત કરી. લાંબા બ્રેક બાદ સાનિયાએ ટેનિસમાં વાપસી કરી છે. યૂક્રેનની નાદિયા અને લ્યૂડમયલા સામે સાનિયા અંકિતાની જોડી 6-0થી પહેલા સેટમાં સફળ થઇ છે, સાનિયા મર્ઝા અને અંકિતા રૈના માટે પહેલી ગેમ ખૂબ જ સરળ રહી
પીવી સિંધુની જીત તરફ કૂચ, બીજી ગેમમાં પણ શાનદાર પ્રદર્શન
પીવી સિંધુનું બીજી ગેમમાં જીત તરફ આગળ વધી રહી છે. તેમનું પ્રદર્શન શાનદાર છે. પીવી સિંધુ બીજી ગેમમાં 11-4થી આગળ ચાલી રહી છે. પીવી સિંધુના સામે કેસેનિયા કોઇ તક નથી મળી રહીય બંને ખેલાડીઓ ખૂબ ફરક જોવા મળી રહ્યો છે. પીવી સિંધુ માટે પહેલો મુકાબલો ખૂબ જ સરળ સાબિત થયો.