Paris Olympics 2024: આજે 'અમન' પર 'આશા', દેશને અપાવી શકે છે છઠ્ઠું મેડલ, જાણો દિવસભરનું પુરેપુરુ શિડ્યૂલ
Paris Olympics 2024 Day 14 Schedule: આજે (09 ઓગસ્ટ, શુક્રવાર) પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો 14મો દિવસ છે. અત્યાર સુધીમાં પૂરા થયેલા 13 દિવસમાં ભારતના ખાતામાં કુલ 5 મેડલ આવ્યા છે
Paris Olympics 2024 Day 14 Schedule: આજે (09 ઓગસ્ટ, શુક્રવાર) પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો 14મો દિવસ છે. અત્યાર સુધીમાં પૂરા થયેલા 13 દિવસમાં ભારતના ખાતામાં કુલ 5 મેડલ આવ્યા છે, જેમાં 4 બ્રૉન્ઝ અને 1 સિલ્વરનો સમાવેશ થાય છે. હવે આજે 14માં દિવસે ભારતની અમન પર આશા છે, એટલે કે દેશનો આજે છઠ્ઠું મેડલ અમન અપાવી શકે છે. 13માં દિવસે ભારતને પેરિસ ઓલિમ્પિકનો પ્રથમ સિલ્વર મળ્યો છે, જે નીરજ ચોપડાએ ભાલા ફેંક સ્પર્ધામાં જીત્યો હતો. આ સિવાય 13મી ભારતીય હૉકી ટીમે બ્રૉન્ઝ પર કબજો કર્યો હતો. અત્યાર સુધીમાં ભારતે શૂટિંગમાં ત્રણ મેડલ જીત્યા છે, એક હૉકીમાં અને એક ભાલા ફેંકમાં. હવે આજે ભારત કુસ્તીમાં મેડલ મેળવી શકે છે.
આજે ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત બ્રૉન્ઝ મેડલ મેચ રમશે. અમન સેહરાવત પેરિસ ઓલિમ્પિકમાં ભારતને છઠ્ઠું મેડલ અપાવનાર ખેલાડી બની શકે છે.
અમનને સેમીફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે આજે બ્રૉન્ઝ મેડલ મેચ માટે મેદાનમાં ઉતરશે. સેમીફાઈનલમાં અમાનને જાપાનના રેઈ હિગુચી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હિચુગીએ સેમિફાઇનલમાં અમનને 10-0થી હરાવ્યો હતો.
હવે અમન બ્રૉન્ઝ મેડલ મેચ માટે મેદાનમાં ઉતરશે. તેની બ્રોન્ઝ મેડલ મેચ પ્યૂર્ટો રિકૉના ડેરિયન ક્રૂઝ સામે રાત્રે 10:45 વાગ્યાથી થશે.
આ ઉપરાંત, પુરૂષો અને મહિલાઓની 4*400 મીટર રિલે ટીમો મેદાનમાં રહેશે. આ સિવાય ગૉલ્ફનો ત્રીજો રાઉન્ડ થશે, જેમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર મેદાનમાં જોવા મળશે.
આજે 9મી ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિક માટે ભારતનું શિડ્યૂલ -
એથ્લેટિક્સ -
મહિલા 4x400m રિલે રાઉન્ડ 1 - 2:10 કલાકે
પુરુષોનો 4x400m રિલે રાઉન્ડ 1 - 2:35 કલાકે
કુશ્તી -
પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા બ્રૉન્ઝ મેડલ મેચ - અમન સેહરાવત વિ. ડેરિયન ટોઇ ક્રુઝ - રાત્રે 10:45 કલાકે
ગૉલ્ફ -
વિમેન્સ ઈન્ડિવિજ્યૂઅલ સ્ટ્રૉક પ્લે રાઉન્ડ 3 - અદિતિ અશોક અને દીક્ષા ડાગર - બપોરે 12:30 કલાકે