શોધખોળ કરો
Photos: પેરિસ ઓલિમ્પિકની ક્લૉઝિંગ સેરેમનીમાં જામ્યો માહોલ, સ્ટેડિયમ બન્યું થિએટર, જુઓ સુંદર તસવીરો...
આ સમારોહ માટે સ્ટેડિયમને જ થિયેટરમાં ફેરવવામાં આવ્યું હતું. પેરિસ ઓલિમ્પિક્સ 2024 સમાપ્ત થઈ. આ વખતની ઓલિમ્પિક ભારત માટે ઘણી મિશ્ર રહી. ભારતના ખાતામાં કુલ 6 મેડલ આવ્યા
એબીપી લાઇવ
1/8

Paris Olympics 2024 Closing Ceremony: પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ભારે માહોલ જામ્યો હતો. આ સમારોહ માટે સ્ટેડિયમને જ થિયેટરમાં ફેરવવામાં આવ્યું હતું. પેરિસ ઓલિમ્પિક્સ 2024 સમાપ્ત થઈ. આ વખતની ઓલિમ્પિક ભારત માટે ઘણી મિશ્ર રહી.
2/8

ભારતના ખાતામાં કુલ 6 મેડલ આવ્યા. પેરિસ દ્વારા આયોજિત ઓલિમ્પિક્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલી હતી.
3/8

પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારોહ ફ્રાન્સના સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં યોજાયો હતો. આ ફ્રાન્સમાં સૌથી મોટું સ્ટેડિયમ છે.
4/8

સમારોહ માટે સ્ટેડિયમને થિયેટરમાં ફેરવવામાં આવ્યું હતું. સ્ટેડિયમનો નજારો જોવા જેવો હતો.
5/8

આ સમારોહમાં અનેક કલાકારોએ પોતાનો કમાલ બતાવ્યો, અને સૌનું મનોરંજન કર્યું હતું. આ સમાપન સમારોહમાં પ્રખ્યાત હોલીવુડ અભિનેતા ટૉમ ક્રૂઝ પણ સામેલ હતા.
6/8

આ સમારોહમાં એક પરેડ પણ યોજાઈ હતી, જેમાં તમામ ખેલાડીઓ પોતપોતાના દેશોના ધ્વજ સાથે જોવા મળ્યા હતા.
7/8

અહીં હૉકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ અને શૂટર મનુ ભાકર ફ્લેગ બેરર તરીકે દેખાયા હતા.
8/8

સમાપન સમારોહમાં સ્ટેડિયમમાં લાઇટ શો જોવા મળ્યો હતો. આ લાઈટ શોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
Published at : 12 Aug 2024 01:33 PM (IST)
આગળ જુઓ




















