Olympics: ગુજરાતની દિવ્યાંગ દીકરીનો કમાલ, સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગેમ્સમાં મેળવ્યો સિલ્વર મેડલ
બોટાદની આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટની દિવ્યાંગ ખેલાડી કાજલ બોલીયાએ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાત જ નહીં પરંતુ ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યુ છે
Special Olympics Games: જર્મનીના બર્લિન શહેરમાં અત્યારે ચાલી રહેલી સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગેમ્સમાં ગુજરાતની દીકરીએ કમાલ કર્યો છે, ગુજરાતની બોટાદની દીકરી કાજલ બોલીયાએ બાસ્કેટ બૉલ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે.
બોટાદની આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટની દિવ્યાંગ ખેલાડી કાજલ બોલીયાએ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાત જ નહીં પરંતુ ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યુ છે. કાજલ બોલીયાએ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં બાસ્કેટ બૉલમાં વ્યક્તિગત હાઈએસ્ટ પોઈન્ટ મેળવ્યા હતા. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં આ સાથે બોટાદ જિલ્લો ચમક્યો હતો. ઇન્ટરનેશનલ લેવલ પર સૌપ્રથમ વાર બોટાદ જીલ્લાની દિવ્યાંગ ખેલાડીએ બાસ્કેટ બોલમાં સિલ્વર મેડલ જીતીને અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ખાસ વાત છે કે, સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં બાસ્કેટ બૉલમાં કાજલ બોલીયાએ વ્યક્તિગત હાઈએસ્ટ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ તેમજ બકુલા બેન ભીમાણીની રાહબરીમાં ભારતની બીચ વૉલીબૉલ ટીમે બ્રૉન્ઝ મેડલ મેળવી સમગ્ર વિશ્વમાં ભારતમાં બોટાદના નામ રોશન કર્યુ હતું. બોટાદ જિલ્લાની આ ઐતિહાસિક સિધ્ધિ બદલ તમામ લોકોએ અભિનંદનનો વરસાદ કરી દીધો હતો.
2036ની ભારતને યજમાની મળશે તો રશિયન સ્પેશ્યાલિસ્ટ કરશે મદદ
Olympics 2036: ભારતને જો ઓલિમ્પિક્સ 2036 (Olympics 2036) ની યજમાની મળે છે, તો રશિયન સ્પેશ્યાલિસ્ટ આ સૌથી મોટી રમત સ્પર્ધાને આયોજિત કરવામાં ભારતની મદદ કરશે, રશિયન રમત મંત્રી ઓલેગ માતિત્સિન (Oleg Matytsin)ને ખુદ આ વાત કહી છે. માતિત્સિન ગયા બુધવારે ભારત યાત્રા પર હતા, અહીં તેમને નવી દિલ્હીમાં ભારતના રમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) સાથે એક કૉન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી. માતિત્સિને કહ્યું કે, આ બહુજ ખુશીની વાત છે કે, ભારત 2036 ની યજમાનીની આશા રાખી રહ્યું છે, જો ઓલિમ્પિક્સની યજમાની કરવાનુ આ સપનુ સાચુ પડે છે, તો આ દેશના સ્થાયી વિકેસ માટે એક મોટુ માપદંડ ગણાશે. અમે હંમેશા ઓલિમ્પિક્સ રમતોની યજમાનીના પોતાના અનુભવને શેર કરવા માટે તૈયાર છીએ. આવુ અમે પહેલા પણ ઘણીવાર કરી ચૂક્યા છીએ. એટલામાટે કોઇ ફેંસલો લેવામાં આવે છે, તો રશિયન સ્પેશ્યાલિસ્ટ્સને ભારતમાં ઓલિમ્પિક્સ રમતોના આયોજનમાં મદદ કરવામાં બહુજ ખુશી થશે. ખરેખરમાં, ભારત છેલ્લા કેટલાય સમયથી 2036ના ઓલિમ્પિક્સ રમતોની યજમાની હાંસલ કરવાની કોશિશ કરી રહ્યું છે. ગયા વર્ષે જ ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોશિએસન (IOA) ના અધ્યક્ષ નરિન્દર બત્રાએ કહ્યું કે, અમદાવાદની આસપાસ મલ્ટીસિટીનો પ્રસ્તાવ મુક્યો છે. બે મહિના પહેલા ગુજરાતના એડવ્હેકેટ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઇકોર્ટને બતાવ્યુ હતુ કે અમે 2036 ની ઓલિમ્પિક્સ માટે તૈયારી કરી રહ્યાં છીએ, અને 2025 માં ઓલિમ્પિક્સ કમિટી અહીંનો પ્રવાસ કરશે.