Neeraj Chopra Instagram: ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 24 કલાકમાં જ થયા અધધ ફોલોઅર્સ, આંકડો જાણીને ચોંકી જશો
નીરજના ઈન્સ્ટાગ્રામ ફેન્સમાં 24 કલાકમાં 1 મિલિયન એટલે કે 10 લાખ ફોલોઅર્સનો વધારો થયો છે. તેણે અત્યાર સુધીમાં 204 પોસ્ટ કરી છે.
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતે ઇતિહાસ રહ્યો હતો. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા(NeeraJ Chopra)એ 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે બાદ તેના ફેન્સની સંખ્યામાં મોટો વધારો થયો છે.
નીરજે ગોલ્ડ જીત્યાના 24 કલાકની અંદર જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. નીરજના ઈન્સ્ટાગ્રામ ફેન્સમાં 24 કલાકમાં 1 મિલિયન એટલે કે 10 લાખ ફોલોઅર્સનો વધારો થયો છે. તેણે અત્યાર સુધીમાં 204 પોસ્ટ કરી છે. 24 લાખ ફોલોઅર્સ ધરાવે છે.
View this post on Instagram
નીરજે મોદી સામે શું મુકી શરત
ટોક્યો ઓલમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ પદક જીતનારા નીરજ ચોપરાએ તેને પોતાની જિંદગીનો સૌથી મોટો દિવસ ગણાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે શુભેચ્છા પાઠવવા માટે નીરજ ચોપરાને ફોન કર્યો ત્યારે તેમણે વડાપ્રધાન સમક્ષ એક સ્પેશિયલ માગણી પણ કરી દીધી હતી. વડાપ્રધાને ફોનમાં નીરજ ચોપરાને કહ્યું કે, 'આજે તમારા પ્રદર્શને ભારતને ખૂબ આનંદ આપ્યો છે. તમારા આ ગોલ્ડ બાદ અન્ય ખેલાડીઓને મોટિવેશન મળશે. અન્ય લોકો પણ રમતમાં આવશે.' વાતચીત દરમિયાન નીરજે વડાપ્રધાનને વિનંતી કરી કે, ઓલમ્પિકમાં જે ગેમ્સ છે તેને વધુ સપોર્ટ કરવામાં આવે. આપણા દેશમાં ખૂબ ટેલેન્ટ છે. રમતને જે રીતે આગળ વધારી શકાય તે માટે સંપૂર્ણ સપોર્ટ આપો. અન્ય રમતોને પ્રોત્સાહન આપવામાં આવે જેથી ઓલમ્પિકમાં વધુ મેડલ જીતી શકાય. નીરજના કહેવા પ્રમાણે અંતિમ થ્રો પહેલા તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો. એવું લાગતું હતું કે, ખબર નહીં શું બનશે. તેમ છતાં તેણે ખૂબ પ્રયત્ન કર્યો કે, ઓલમ્પિક રેકોર્ડ તોડી દે. ખાસ કરીને પોતાનું બેસ્ટ આપવા પ્રયત્ન કર્યો. 90 મીટર કરતા વધારે ફેંકી શકેત તો વધુ આનંદ મળત.
ભારતનો સાત મેડલ સાથે ઓલિમ્પિક ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ દેખાવ
નીરજના ગોલ્ડની સાથે ભારતે ટોક્યોમાં તેના ઓલિમ્પિક ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં સાત મેડલ જીતી લીધા હતા. ભારતે ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલી વખત એક જ ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ અગાઉનો ભારતનો ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ દેખાવ ૨૦૧૨માં રહ્યો હતો. લંડનમાં યોજાયેલા ૨૦૧૨ના ઓલિમ્પિકમાં ભારતે બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ એમ કુલ છ મેડલ જીત્યા હતા.