શોધખોળ કરો

ગૉલ્ડન બૉય નીરજ ચોપડાએ હૉસ્પીટલમાંથી લખ્યો ઇમૉશનલ મેસેજ, કૉચ-ડૉક્ટર-દેશવાસીઓનો માન્યો આ રીતે આભાર

ગૉલ્ડન બૉય નીરજ ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ કરી છે, જેમાં તેને પોતાની જુની ઇજાથી ઓલિમ્પિક ગૉલ્ડ મેડલ સુધીની પોતાની સફર અને સહયોગને આલેખ્યો છે.

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ગૉલ્ડન બૉય નીરજ ચોપડા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એક ભાવુક પૉસ્ટ લખીને બધાનો આભાર માન્યો છે. નીરજ ચોપડાએ પોતાની આ પૉસ્ટ હૉસ્પીટલમાંથી લખી છે અને તેને સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે પોતાના કૉચ, ડૉક્ટર અને દેશવાસીઓનો ભાવપૂર્વક આભાર માન્યા છે. ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપડા હાલ તાવ આવવાના કારણે હૉસ્પીટલમાં એડમીટ છે. તેને આ અંગે એક તસવીરે શેર કરી છે.  

ઓલિમ્પિક મેડલ વિનર, ગૉલ્ડન બૉય નીરજ ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ કરી છે, જેમાં તેને પોતાની જુની ઇજાથી ઓલિમ્પિક ગૉલ્ડ મેડલ સુધીની પોતાની સફર અને સહયોગને આલેખ્યો છે. તેને લખ્યું- મે 2019થી આજ સુધી, કોહણીની ઇજાથી મારા હાથમાં મેડલ સુધી- આ એકદમ અદભૂત યાત્રા રહી છે. હું ડૉ. દિનેશ પારડીવાળાના ચિકિત્સકીય સહયોગ અને મારી ટીમનો (કૉચ @bartonietz અને ફિજીયો @ishaanphysio) માટે આભારી છુ, જે છેલ્લા બે વર્ષોથી મારી સાથે છે. મને આશા છે કે આ મેડલ તે તમામ લોકોને પ્રેરિત કરી શકે છે, જે પોતાના જીવનમાં કઠીન સમયનો સામનો કરી રહ્યાં છે, એ જાણે છે કે સુરંગના અંતમાં એક પ્રકાશ છે, સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ, જય હિન્દ..... 

Tokyo Olympic માંથી પરત ફર્યા બાદ ગોલ્ડન બોય નીરજ ચોપરાની તબિયત લથડી, જાણો શું થયું ?
નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને ભારે તાવ અને ગળામાં દુ:ખાવો થયા બાદ કોવિડ -19 માટે ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નીરજ ચોપડાના નજીકના સૂત્રોએ આ અંગે  જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીરજ ચોપડા હાલમાં તાવ અને ગળામાં દુ:ખાવા બાદ આરામ કરી રહ્યો છે. સારી વાત એ છે કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ડોક્ટરોની સલાહ પર તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તાવને કારણે તેઓ હરિયાણા સરકારના સન્માન સમારોહમાં પણ હાજર રહી શક્યો ન હતો. નીરજના એક નજીકના સાથીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, નીરજ હવે સ્વસ્થ થઈ રહ્યો છે. શુક્રવાર સુધી તેમનું તાપમાન 103 ડિગ્રી હતું, પરંતુ હવે તેની તબિયત સારી થઇ રહી છે. તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. તેનું સમયપત્રક ખૂબ વ્યસ્ત હતું જેના કારણે તે બીમાર પડ્યો હતો. 

ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે જેવલિન થ્રોમાં  ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ટ્રેક અને ફિલ્ડ એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો. તાજેતરમાં સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનમાં 7 મેડલ જીત્યા હતા. જેમાં  1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે.  41 વર્ષ બાદ ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ઓલિમ્પિકમાં, ઘણા ભારતીય ખેલાડીઓ ખૂબ જ ઓછા અંતરથી મેડલ ચૂકી ગયા હતા. હવે આગામી ઓલિમ્પિક 2024 માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાશે.

નીરજ ચોપરાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો-
ટોકિયો ઓલ્મિપિકમાં જૈવલિન થ્રો ઇવેન્ટમાં નીરજ ચોપરાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. એથલેટિક્સમાં ભારત માટે ઓલ્મિપિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ખેલાડી છે. નીરજની આ સિદ્ધિ બદલ તેમના પર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. પાણીપતમાં રહેનાર નીરજ ચોપડાને હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રૂપિયા રોકડ અને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.

હરિયાણાના સીએમ  મનોહર ખટ્ટરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, નીરજ ચોપડાએ ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે પરંતૃ આ સાથે દેશના લોકોનું દિલ પણ જીતી લીધું, આજે સમગ્ર દેશ તેમના માટે ગૌરવ અનુભવી રહ્યો છે. આ પળનો દેશને વર્ષોથી ઇંતેજાર હતો,

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
Embed widget