શોધખોળ કરો

Paris Olympics 2024 : ભારતના લક્ષ્ય સેનની મહેનત પર ફરી વળ્યું પાણી, બેડમિન્ટન મેચમાં પ્રથમ રાઉન્ડની જીત કેમ થઇ અમાન્ય

Paris Olympics 2024 : ભારતના લક્ષ્ય સેને રવિવારે યોજાયેલી બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં પ્રથમ રાઉન્ડની મેચ જીતી હતી. પરંતુ હવે તેમની જીતને અમાન્ય જાહેર કરવામાં આવી છે

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે મોટા સમાચાર આવ્યા છે. ભારતના લક્ષ્ય સેને રવિવારે યોજાયેલી બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં પ્રથમ રાઉન્ડની મેચ જીતી હતી. પરંતુ હવે તેમની જીતને અમાન્ય જાહેર કરવામાં આવી છે. કારણ કે લક્ષ્ય સેને જે ખેલાડીને હરાવ્યો હતો તે ઈજાના કારણે ઓલિમ્પિક ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં હવે લક્ષ્યને ફરીથી મેચ રમવી પડશે.

વાસ્તવમાં રવિવારે ભારતના લક્ષ્ય સેન અને ગ્વાટેમાલાના કેવિન કોર્ડન ઓલિમ્પિકમાં બેડમિન્ટન મેન્સ સિંગલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. લગભગ 42 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં ભારતીય શટલર લક્ષ્ય સેને કેવિનને 21-8, 22-20થી હરાવ્યો હતો.

લક્ષ્યે પહેલી ગેમ 14 મિનિટમાં 21-8થી જીતીને શાનદાર શરૂઆત કરી હતી. જોકે, કેવિને બાદમાં વાપસી કરી હતી. પરંતુ અંતે લક્ષ્યે સતત છ પોઈન્ટ મેળવીને મેચ જીતી લીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે કેવિન કોર્ડન કોણીની ઈજાને કારણે બહાર થઇ ગયો છે. તે ઓલિમ્પિકમાંથી બહાર ફેંકાતા લક્ષ્યની જીત અમાન્ય જાહેર કરાઇ હતી. આ મેચનું પરિણામ ઓલિમ્પિકમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે કેવિન કોર્ડન પર લક્ષ્યની જીતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અને હવે તેમને વધુ એક મેચ રમવાની છે. હવે લક્ષ્યને ગ્રુપ સ્ટેજની આગામી મેચ ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સાથે રમવાની છે. લક્ષ્ય એક માત્ર એકસ્ટ્રા મેચ રમનાર ખેલાડી હશે. બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં ટકી રહેવા માટે લક્ષ્યે ક્રિસ્ટીને હરાવવો પડશે.

નોંધનીય છે કે જો કેવિન કોર્ડન ઈજાના કારણે બહાર ન થયો હોત તો લક્ષ્યની આગામી મેચ સોમવારે બેલ્જિયમના જૂલિયન કેરેગી સામે રમવાની હતી પરંતુ આ મેચ પહેલા તેણે ક્રિસ્ટી સાથે મેચ રમવી પડશે.                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
Embed widget