Paris Olympics 2024: આજે પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની, લેડી ગાગા કરી શકે છે પરફોર્મ
પેરિસ ઓલિમ્પિક્સ 2024 ની ઓપનિંગ સેરેમની આજે એટલે કે 26 જૂલાઈ શુક્રવારના રોજ યોજાશે
Paris Olympics 2024 Opening Ceremony Lady Gaga: પેરિસ ઓલિમ્પિક્સ 2024 ની ઓપનિંગ સેરેમની આજે એટલે કે 26 જૂલાઈ શુક્રવારના રોજ યોજાશે. જોકે, ઘણી રમતો બે દિવસ અગાઉથી શરૂ થઈ ગઈ છે. ભારતે પણ 25મી જૂલાઈથી અભિયાન શરૂ કર્યું હતું. ભારતે પોતાના અભિયાનની શરૂઆત તીરંદાજીથી કરી હતી. હવે એક દિવસ પછી ઉદ્ઘાટન થશે. આ સમારોહ ઓલિમ્પિક ઈતિહાસના સૌથી મોટા ઉદ્ધાટન સમારોહમાંથી એક હશે. આ સેરેમનીમાં ઘણા સ્ટાર્સ જોવા મળી શકે છે, જેમાં લેડી ગાગાનું મોટું નામ પણ સામેલ છે.
26 juillet 2024 🇫🇷
— Paris 2024 Olympics (English) (@OlympicsParis) July 25, 2024
July 26, 2024 ✨#PARIS2024 pic.twitter.com/H3LAhBpoCa
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રખ્યાત સિંગર અને એક્ટર લેડી ગાગા ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ આપી શકે છે. જોકે, ઈવેન્ટમાં પરફોર્મ કરનારા મોટાભાગના સ્ટાર્સની યાદી જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો લેડી ગાગા સિવાય ફેમસ સિંગર સેલિન ડીયોનનું પરફોર્મન્સ પણ જોવા મળી શકે છે. સેલિન ડીયોન અને લેડી ગાગા પેરિસમાં જોવા મળ્યા હતા.
ઓપનિંગ સેરેમની ક્યારે થશે?
સ્થાનિક સમય અનુસાર, ઓપનિંગ સેરેમની સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ભારતીય સમય અનુસાર આ ઓપનિંગ સેરેમની રાત્રે 11 વાગ્યે શરૂ થશે.
ઓપનિંગ સેરેમની ક્યાં યોજાશે?
ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. આ ઉદ્ઘાટન સમારોહ સીન નદી પર યોજાશે. ખેલાડીઓ મોટાભાગે પોતાના દેશનો ધ્વજ લઈને મેદાન પર ચાલે છે. અગાઉ ઓલિમ્પિકમાં ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમની અંદર યોજાયો હતો, પરંતુ આ પ્રથમ વખત હશે કે આ પ્રકારનો સમારોહ યોજાશે. આ ઓપનિંગ સેરેમની લગભગ 3 કલાક ચાલે તેવી શક્યતા છે.
તમે તેને ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો?
નોંધનીય છે કે પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીનું ભારતમાં ટીવી પર Sports18 દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema પર થશે. તમે મફતમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.