(Source: ECI/ABP News/ABP Majha)
Paris Olympics 2024: ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવ્યું, સેમીફાઈનલમાં બનાવી જગ્યા
ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને સતત બીજી વખત ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચી હતી.
India vs Britain Hockey : ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને સતત બીજી વખત ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચી હતી. ચાર ક્વાર્ટરના અંતે બંને ટીમોનો સ્કોર 1-1થી બરાબર હતો. બંને ટીમોએ નિર્ધારિત સમય સુધી લીડ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થઈ શકી નહોતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો જેમાં ભારતે બ્રિટનને 4-2થી હરાવ્યું.
Men's Hockey Quarter-finals
— SAI Media (@Media_SAI) August 4, 2024
The #MenInBlue break for half-time, tied 1-1 with Great Britain, after taking the lead through captain fantastic Harmanpreet Singh.#TeamIndia will head to the second half with aim to make consecutive semifinal appearances at the Olympics.
C'mon… pic.twitter.com/vIgi1rNDzh
ભારત આ મેચમાં 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું કારણ કે બીજા ક્વાર્ટરમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો.
શૂટઆઉટમાં શું થયું ?
- બ્રિટને પ્રથમ શૂટઆઉટ લીધો હતો અને અલબરી જેમ્સીએ ગોલ કર્યો હતો.
- ભારત તરફથી પહેલો શોટ હરમનપ્રીત સિંહ લેવા આવ્યો અને તેણે પણ ગોલ ફટકાર્યો.
- ઈંગ્લેન્ડ માટે વોલેસ બીજો શોટ લેવા આવ્યો અને ગોલ કર્યો.
- ભારત તરફથી સુખજીત આવ્યો અને તેણે ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો.
- ક્રોનન તેના ત્રીજા પ્રયાસમાં ઇંગ્લેન્ડ માટે આવ્યો અને ગોલ ચૂકી ગયો.
- લલિતે ભારત માટે ત્રીજા પ્રયાસમાં ગોલ ફટકારીને ભારતને 3-2ની લીડ અપાવી હતી.
- ઇંગ્લેન્ડ ચોથા પ્રયાસમાં પણ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યું અને શ્રીજેશ બ્રિટિશ ખેલાડીની સામે ઊભો રહ્યો અને તેણે ગોલ થવા દીધો નહીં.
- ભારત માટે રાજકુમારે ચોથા પ્રયાસમાં ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ઈંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
ભારત અને બ્રિટન વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચના ત્રીજા ક્વાર્ટર સુધી સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. બંને ટીમોએ વળતા હુમલા કર્યા, પરંતુ ગોલ કરી શકી ન હતી. આ પહેલા હાફ ટાઈમ સુધી બંને ટીમનો સ્કોર 1-1 થી બરાબર હતો.
હાફ ટાઈમ બાદ બંને ટીમો 1-1ની બરાબરી પર હતી. બીજા ક્વાર્ટરમાં ભારતના અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યું જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું. મતલબ કે ભારતીય ટીમે હવે બાકીની મેચો 10 ખેલાડીઓ સાથે રમી હતી. જો કે, ભારતે તેને પાછળ છોડી દીધું અને હરમનપ્રીત સિંહના શાનદાર ગોલના આધારે લીડ મેળવી. હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરમાં ગોલ કરીને 22મી મિનિટે 10 ખેલાડીઓ સાથે રમતી ભારતીય ટીમને 1-0ની લીડ અપાવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં હરમનપ્રીતનો આ સાતમો ગોલ હતો.