Wrestler Ravi Kumar enters final : રવિ દહિયા ફાઇનલમાં પહોંચતા ભારતનો સિલ્વર મેડલ પાક્કો, ગોલ્ડ પણ જીતી શકે
ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો કુસ્તીમાં સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે.
Tokyo Olympic 2020 : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળવાની આશા જાગી છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો કુસ્તીમાં સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે. તેમજ ગોલ્ડ મેડલ જીતવાની પણ તક ઊભી થઈ છે. 57 કિલો ફ્રી સ્ટાઇલ મેચમાં રવિનો વિજય થયો છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.
Tokyo Olympics: Medal assured as wrestler Ravi Dahiya storms into finals
— ANI Digital (@ani_digital) August 4, 2021
Read @ANI Story | https://t.co/pKiZqsmq0n#RaviDahiya #Olympics #TokyoOlympics #Wrestling pic.twitter.com/LLpGWW4dyF
કુશ્તીબાજ રવિ કુમાર દહિયાએ બુધવારે સવારે જ 57 કિગ્રા કેટેગરીમાં અને દીપક પૂનિયાએ 86 કિગ્રા કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં જીતીને પ્રવેસ કર્યો હતો. રવિ દહિયાએ બલ્ગેરિયા સામેની મેચ 14-4થી જીતી હતી જ્યારે દિપકે છેલ્લી સેકન્ડે ચીનના શેનને 6-3થી હરાવ્યો હતો. રવિનો મુકાબલો કઝાખસ્તાનના નુરીસ્લામ સનાયેવ સાથે હતો ને તેમાં રવિ દહિયાએ 9-7થી જીત મેળવી છે. રવિ દહિયાએ સાનાયેવને પછાડીને તેને જમીન સરસો રાખીને જીત મેળવી હતી. રવિએ પણ છેલ્લી ઘડીએ પાસુ પલટીને મેચ જીતી લીધી હતી. હવે દીપક પૂનિયાનો સામનો સેમિફાઇનલમાં અમેરિકાના ડેવિડ મોરિસ ટેલર સાથે થશે.
#Olympics | Wrestling, Men's 57kg Freestyle Semi-finals: Ravi Kumar Dahiya wins against Nurislam Sanayev, medal assured pic.twitter.com/mbpJIXw7oA
— ANI (@ANI) August 4, 2021
Tokyo Olympics 2020 : લવલિનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના
આજે ટોક્યો ઓલિમ્પિકમાં વધુ એક ભારતીય ઓલિમ્પિશિયને મેડલ અપાવ્યો છે. આ સાથે ભારતે ઓલિમ્પિક 2020માં ત્રણ મેડલ મેળવ્યા છે. ભારતીય બોક્સર લવલિનાએ આજે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વુમન્સ 64થી 69 કિલોની સ્પર્ધાની સેમિફાઇનલ મેચમાંથી તેની હાર થઈ છે. તુર્કીની Busenaz Sürmeneli સામે 0-5થી હાર થઈ છે. જોકે, તેને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. અગાઉ ભારતને મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ અને પી.વી. સિંધુએ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે,ભારતીય બોક્સ લવલિનાની બોક્સિંગ રિંગમાં થયેલી જીત અનેક ભારતીયોને પ્રોત્સાહિત કરે છે. તેમની દ્રઢતા અને દ્રઢ સંકલ્પ સરાહનિય છે. તેને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેમના સારા ભવિષ્યની શુભકામનાઓ.