India Schedule, Tokyo Paralympic 2020: આવતીકાલથી ભારત બેડમિન્ટન અભિયાનની શરૂઆત કરશે
India Schedule, Tokyo Paralympic 2020 Matches List:ટોક્યો પેરાલિમ્પિકમાં એક સપ્ટેમ્બર ભારત માટે ખૂબ ખાસ રહેવાનો છે. શૂટિંગમાં મિક્સ 10 મીટર એર રાઇફલ પ્રોન એસએચ1 ક્વોલિફિકેશનમાં એસ.બાબુ દમ બતાવશે
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા. વર્તમાન પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસનું ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ટોક્યો પેરાલિમ્પિકમાં એક સપ્ટેમ્બર ભારત માટે ખૂબ ખાસ રહેવાનો છે. શૂટિંગમાં મિક્સ 10 મીટર એર રાઇફલ પ્રોન એસએચ1 ક્વોલિફિકેશનમાં એસ.બાબુ દમ બતાવશે. તે સિવાય એથ્લટિક્સમાં મેન્સ ક્લબ થ્રો એફ 51ની ફાઇનલમાં એ.કુમાર તો મહિલા 400મી ટી37ની ફાઇનલમાં ભારતના એથ્લિટ ગોલ્ડ માટે રમશે. તે સિવાય વ્હીલચેર બાસ્કેટબોલ મેન્સ ટુનામેન્ટની ફાઇનલમાં કોલંબિયા અને અલ્ઝેરિયા વચ્ચે જંગ જામશે.
ઉપરાંત મિક્સ ડબલ્સ એસએલ-એસયુમાં ભારતના પી.ભગત અને પી.કોહલી ફ્રાન્સના ખેલાડીઓ સામે ટકરાશે. તે સિવાય મહિલા સિંગલ્સ એસયુ5માં પી.કોહલી જાપાનની એ.સુઝુકી સામે રમશે. ઉપરાંત રોડ સાયક્લિંગમાં મેન્સ રોડ રેસ એચ1-2ની ફાઇનલમાં રમાશે
ભારતને આજે મળ્યા ત્રણ મેડલ
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા. વર્તમાન પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસનું ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. દિવસની શરૂઆતમાં ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના સિંધરાજ અધનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અધનાએ પુરુષોની 10 મીટર એર પિસ્ટોલ SH1 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી સિંધરાજને અભિનંદન આપ્યા હતા. બાદમાં ઉંચી કૂદમાં ભારતને બે મેડલ મળ્યા હતા જેમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મરિયપ્પન થંગાવેલુંએ ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષોની ઉંચી કૂદ ટી 63 ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.