શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અચાનક સંન્યાસ લેનારો ટીમ ઈન્ડિયાનો આ ક્રિકેટર ફરી આવ્યો વિવાદમાં, જાણો શું છે મામલો
વર્લ્ડકપની ટીમમાં પસંદ ન થયા બાદ નાસીપાસ થઈને સંન્યાસ લેનારા ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂએ હવે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.
હૈદરાબાદઃ વર્લ્ડકપની ટીમમાં પસંદ ન થયા બાદ નાસીપાસ થઈને સંન્યાસ લેનારા ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂએ હવે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.
રાયડૂએ તેંલગાણાના મંત્રી કેટી રામા રાવને આ મામલે દખલગીરિ કરવાનું કહ્યું છે. રાયડૂએ હૈદરાબાદ માટે પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી થોડા મહિના બ્રેક લેવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ લગાવ્યો છે.
રાયડૂએ ટ્વિટર પર લખ્યું, હલો સર, હું તમને હૈદરાબાદ ક્રિકેટ સંઘમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને રોકવાની અપીલ કરું છું. જ્યાં સુધી હૈદરબાદ ક્રિકેટ ટીમમાં રૂપિયા અને ભ્રષ્ટ લોકોની દખલ ચાલુ રહેશે ત્યાં સુધી કેવી રીતે શ્રેષ્ઠ ટીમ બની શકે છે.
રાયડૂના ટ્વિટ બાદ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું, તે ફ્રસ્ટેટેડ ક્રિકેટર છે. વર્લ્ડકપ ટીમમાં પસંદ ન થવાના કારણે સંન્યાસ લઈ લેનારા રાયડૂએ ઓગસ્ટમાં સંન્યાસ પરત ખેંચી લીધો હતો. મહારાષ્ટ્રઃ શિવસેનાનો અજીત પવાર પર પ્રહાર, કહ્યું- 12 કલાકમાં જ વાગી ગયા 12 મહારાષ્ટ્રમાં આજે ‘સુપ્રીમ’ ફેંસલાનો દિવસ, BJP નેતાઓ સાથે વકીલની શરણમાં પહોંચ્યા અજીત પવારHello sir @KTRTRS, I request u to plz look into nd address the rampant corruption prevailing in hca. Hw can hyderabad be great when it's cricket team is influenced by money nd corrupt ppl who hav numerous acb cases against them which are being swept under the carpet.
— Ambati Rayudu (@RayuduAmbati) November 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion