શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શિવસેનાનો અજીત પવાર પર પ્રહાર, કહ્યું- 12 કલાકમાં જ વાગી ગયા 12
સામનામાં લખવામાં આવ્યું છે કે, સીએમ પદની શપથ અપાવવા માટે ષડયંત્ર રચવામાં આવ્યુ છે. જે એક પ્રકારે જનતા સાથે દગો અને લોકતંત્રની હત્યા છે. નારાજ લોકોએ ભાજપના આ કૃત્યનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શનિવારે થયેલા રાજકીય ઉલટફેર વચ્ચે શિવસેનાએ અજીત પ્રહાર પર આકરા પ્રહાર કર્યા છે. અજીત પવારના ફેંસલા પર શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કહ્યું કે, આ બેશર્મીની રાજનીતિ છે. શરદ પવાર સાથે દગો થયો છે. 12 કલાકની અંદર જ અજીત પવારના 12 વાગી ગયા છે. આ સર્જિકલ સ્ટ્રાઇકનો જવાબ મહારાષ્ટ્રની જનતા લેશે.
સામનામાં લખવામાં આવ્યું છે કે, સીએમ પદની શપથ અપાવવા માટે ષડયંત્ર રચવામાં આવ્યુ છે. જે એક પ્રકારે જનતા સાથે દગો અને લોકતંત્રની હત્યા છે. નારાજ લોકોએ ભાજપના આ કૃત્યનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. સાંજ થતા થતા જુગાડની આ સરકારને જોરદાર ઢટકો લાગ્યો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ જબરદસ્ત એકજુથતા બતાવતા પોતાના ધારાસભ્યોને બચાવવા પૂરતો પ્રબંધ કર્યો છે. મોડી સાંજ સુધી એનસીપીના 54માંથી 40થી વધારે ધારાસભ્યો શરદ પવાર સાથે મજબૂતીથી ઉભા રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે બીચારા અજીત દાદા પવાર માત્ર ત્રણ ધારાસભ્યો સાથે ફસાઇ ગયા છે, જેમાંથી બહાર નીકળવું અશક્ય છે.
શનિવારે સાંજે એનસીપીની બેઠકમાં અજીત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવાયા અને તેમના સ્થાને જયંત પાટિલને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એનસીપીના વિધાયક દળના નેતા જયંત પાટિલ અજીત પવારને ઘરવાપસીનું આમંત્રણ આપતા કહ્યું કે, જે પાંચ ધારાસભ્યો અજીત પવાર સાથે છે તે બધા માટે પણ દરવાજા ખુલ્લા છે. જો તેઓ પરત આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જયંત પાટિલે કહ્યું, જ્યારે ફ્લોર ટેસ્ટ થશે ત્યારે દેવેન્દ્ર ફડણવીસની સરકાર પડી જશે. અમારી 54માંથી 49 ધારાસભ્યો શરદ પવાર સાથે છે. અજીત પવાર બીજેપી સાથે કેમ ગયા તે સમજમાં નથી આવતું.
લગ્નમાં આતશબાજી કરવી પડી શકે છે ભારે, વરરાજાની પણ થઈ શકે છે ધરપકડ, જાણો વિગત
મહારાષ્ટ્રમાં આજે ‘સુપ્રીમ’ ફેંસલાનો દિવસ, BJP નેતાઓ સાથે વકીલની શરણમાં પહોંચ્યા અજીત પવાર
ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ જોઈ ચોંકી ગઈ આલિયા ભટ્ટ, કહી આ મોટી વાત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion