શોધખોળ કરો
Advertisement
જાપાનના PM શિંઝો એબેએ કહ્યુ- રદ કરવામાં આવી શકે છે ઓલિમ્પિક ગેમ્સ
એક રિપોર્ટ અનુસાર, કોરોનાના કારણે આ વર્ષે યોજાનાર ટોક્યો ઓલિમ્પિક રદ કરવામાં આવી શકે છે.
ટોક્યોઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે. અનેક દેશોએ કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરી ચૂક્યા છે. કોરોનાની અસર અનેક ઇવેન્ટ્સ પર પડી છે. એક રિપોર્ટ અનુસાર, કોરોનાના કારણે આ વર્ષે યોજાનાર ટોક્યો ઓલિમ્પિક રદ કરવામાં આવી શકે છે.
જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેએ કહ્યુ કે, કોરોના વાયરસની મહામારીના કારણે ટોક્યો ઓલિમ્પિક સ્થગિત કરવામાં આવી શકે છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ પર દબાણ વધતા સોમવારે તેમણે કહ્યુ કે કોરોના વાયરસના ખતરાને જોતા ઓલિમ્પિકને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
એબેએ કહ્યું કે, હવે ઓલિમ્પિકનું આયોજન કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે જલદી પગલા ભરવા પડશે. નોંધનીય છે કે 24 જૂલાઇથી ઓલિમ્પિકની શરૂઆત થશે. બીજી તરફ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ કહ્યું કે, આવી પરિસ્થિતિમાં ઓલિમ્પિક ગેમ્સને સ્થગિત કરવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement