શોધખોળ કરો
Advertisement
100 ઈન્ટરનેશનલ ગોલ કરનાર દુનિયાનો બીજો ફૂટબોલર બન્યો રોનાલ્ડો, સ્વીડનને 2-0થી હરાવ્યું
રોનાલ્ડોએ આ ઉપલબ્ધિ બાદ કહ્યું, “હું 100 ગોલ કરવાની ઉપલબ્ધિ મેળવવા સફળ રહ્યો અને હવે હું રેકોર્ડ (109) માટે તૈયાર છું. હું ઝનૂની નથી કારણ કે મારું માનવું છે કે, રેકોર્ડ સ્વાભાવિક રીતે જ બનતા હોય છે.”
નવી દિલ્હી: સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 100માં ઈન્ટરનેશનલ ગોલની મદદથી પોર્ટુગલે યૂઈએફએ નેશન્સલ લીગના મુકાબલામાં સ્વીડનને 2-0થી હરાવી દીધું છે. મેચમાં બન્ને ગોલ રોનાલ્ડોએ જ કર્યા હતા. તેની સાથે રોનાલ્ડો 100 ઈન્ટરનેશનલ ગોલ કરનારો પ્રથમ યૂરોપિયન અને દુનિયાનો બીજો ફૂટબોલર બની ગયો છે. તેમના પહેલા ઈરાનના અલી દેઈએ આ કારનામું કરી ચૂક્યો છે. તેણે 109 ઈન્ટરનેશનલ ગોલ કર્યા છે.
35 વર્ષીય રોનાલ્ડોએ હાફટાઈમના થોડા સમય પહેલા જ 45મીં મિનિટમાં ફ્રી કિક દ્વારા મેચનો પ્રથમ ગોલ કર્યો હતો, તેના બાદ તેમણે 73મીં મિનિટ પર પોતાનો અને ટીમ માટે ગોલ કર્યો હતો.
રોનાલ્ડોએ આ ઉપલબ્ધિ બાદ કહ્યું, “હું 100 ગોલ કરવાની ઉપલબ્ધિ મેળવવા સફળ રહ્યો અને હવે હું રેકોર્ડ (109) માટે તૈયાર છું. હું ઝનૂની નથી કારણ કે મારું માનવું છે કે, રેકોર્ડ સ્વાભાવિક રીતે જ બનતા હોય છે.”
ગ્રુપ 3માં પોર્ટુગોલની આ સતત બીજી જીત છે, તેણે પેહલી મેચમાં ક્રોએશિયાને 4-1થી હરાવ્યું હતું. પોતાની ત્રીજી મેચ માટે પોર્ટુગલની ટીમ હવે ઓક્ટોબરમાાં ફ્રાન્સનો પ્રવાસ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement