શોધખોળ કરો
Advertisement
ચીની કંપની Vivoને વધુ એક મોટો ફટકો, IPL બાદ આ ટૂર્નામેન્ટમાંથી પણ થવુ પડ્યુ બહાર
વીવોને પહેલા આઇપીએલ અને હવે પ્રૉ કબડ્ડી લીગની સ્પૉન્સરશીપમાંથી હટી જવુ પડ્યુ છે. આ ચીની કંપની માટે ફટકો માની શકાય. ગુરુવારે બીસીસીઆઇએ ટાઇટલ સ્પૉન્સર તરીકે વીવોને આઇપીએલથી અલગ થવાની જાણકારી આપી હતી
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ બાદ ચીની કંપનીઓને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આમાં મોટુ નુકશાન ચીની સ્માર્ટફોન મેકર વીવોને નુકશાન થયુ છે એન્ટી ચાઇના માહાલના કારણે હવે ચીની કંપની વીવોને પ્રૉ કબડ્ડી લીગની સ્પૉન્સરશીપ પણ ખોવવાનો વારો આવ્યો છે.
એટલે વીવોને પહેલા આઇપીએલ અને હવે પ્રૉ કબડ્ડી લીગની સ્પૉન્સરશીપમાંથી હટી જવુ પડ્યુ છે. આ ચીની કંપની માટે ફટકો માની શકાય. ગુરુવારે બીસીસીઆઇએ ટાઇટલ સ્પૉન્સર તરીકે વીવોને આઇપીએલથી અલગ થવાની જાણકારી આપી હતી.
વીવો છેલ્લા ચાર વર્ષથી પ્રૉ કબડ્ડી લીગને સ્પૉન્સર કરી રહી છે. પરંતુ આ પાંચમા વર્ષે વીવોએ પ્રૉ કબડ્ડી લીગની સ્પૉન્સરશીપથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. પ્રૉ કબડ્ડી લીગમાંથી વીવોના અલગ થવાની સત્તાવાર જાહેરાત આવનારા થોડાક દિવસોમાં થઇ શકે છે.
પ્રૉ કબડ્ડી લીગની સાથે વીવોનો કૉન્ટ્રાક્ટ 60 કરોડ રૂપિયા વાર્ષિક હતા. ટૂર્નામેન્ટના આયોજકોનુ આગળનુ પગલુ શુ હશે આના વિશે કોઇ જાણકારી સામે આવી નથી.
આઇપીએલની સ્પૉન્સરશીપમાંથી વીવો આઉટ થતાં હવે બીસીસીઆઇ નવો સ્પૉન્સર શોધી રહી છે. આમ તો વીવો દર વર્ષે સ્પોન્સર તરીકે રૂ.440 કરોડ આપે છે, પરંતુ આ વર્ષે સ્પૉન્સરમાથી ખસી જતા બીસીસીઆઇને ખોટ ગઇ છે. નવા ટાઈટલ સ્પોન્સરની રેસમાં હાલ બાયઝુ, એમેઝોન, રિલાયન્સ જિયો અને કોકાકોલા ઈન્ડિયા સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion