શોધખોળ કરો

આ ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ‘ભારત સામે રમતા ધ્રુજતા હતા હાથ અને....’

આફ્રિદીએ વધુમાં લખ્યું કે, ‘હું વ્યવસ્થિત રીતે બૉલને જોઇ પણ નહોતો શકતો. ઈમાનદારીથી કહું તો હું ડરી ગયો હતો અને પહેલો બૉલ આવ્યો જે ઑફ સાઇડથી પાસ થયો.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન શાહિદ આફ્રીદીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, જ્યારે પણ તે ભારત વિરદ્ધ રમવા ઉરતો ત્યારે તેના હાથ ધ્રુજતા હતા. આફ્રીદીએ પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં આ યાદગાર કિસ્સાનો ખુલાસો કર્યો છે. આ પુસ્તક હાલમાં જ લોન્ચ થયું છે, જેણે અનેક નવા વિવાદને જન્મ આપ્યો છે. આ ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ‘ભારત સામે રમતા ધ્રુજતા હતા હાથ અને....’ આત્મકથામાં ખુલાસો કરતા શાહિદ આફ્રિદીએ લખ્યું છે કે, ‘મને આ સ્પષ્ટ રીતે યાદ છે કે અમે ચેન્નઈમાં ભારત સામે રમવા ગયા હતા. હું સઈદ અનવર સાથે ઑપનિંગ કરવા ઉતર્યો હતો. ભીડ જોર-જોરથી અવાજ કરી રહી હતી. મે પહેલીવાર આટલો અવાજ સાંભળ્યો હતો. ત્યારે મને અનુભવ થયો કો ધરતી આમ તેમ હલી રહી છે. હું સમખાઈને કહી રહ્યો છું કે મને લાગી રહ્યું હતુ કે જાણે મારા હાથમાં બેટ જ નથી.’ આ ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ‘ભારત સામે રમતા ધ્રુજતા હતા હાથ અને....’ આફ્રિદીએ વધુમાં લખ્યું કે, ‘હું વ્યવસ્થિત રીતે બૉલને જોઇ પણ નહોતો શકતો. ઈમાનદારીથી કહું તો હું ડરી ગયો હતો અને પહેલો બૉલ આવ્યો જે ઑફ સાઇડથી પાસ થયો. હું ફક્ત 9 મિનિટ ક્રીઝ પર રહ્યો અને 6 બૉલમાં 5 રન જ બનાવી શક્યો. જલ્દી આઉટ થઈ જવું એ મારા માટે ચોંકાવનારું નહોતુ. મને યાદ છે કે આ દરમિયાન મારું માથુ અને હ્રદય કાંપી રહ્યું હતુ. માથુ એ માટે કે ગર્મી હતી અને દિલ એ માટે કે દર્શકોએ ઘોંઘાટ મચાવ્યો હતો. તે દુનિયાની સૌથી મોટી પ્રતિદ્વંદ્ધિતાનો સાચો અવાજ હતો.’ આ ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ‘ભારત સામે રમતા ધ્રુજતા હતા હાથ અને....’ ઉલ્લેખનીય છે કે પેપ્સી ઇન્ડિપેંડન્સ કપની આ એ મેચ છે જે 21 મે 1997નાં ચેન્નઈમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનનાં સઈદ અનવરે 194 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતનો 35 રન પરાજય થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget