પોતાની ટીમને મેચ ન જીતાડી શકવાનું દુઃખ આફતાબ આલમના ચેહરા પર સ્પષ્ટ જોવા મળ્યું હતું. તે બહુ જ ભાવુક થઈ ગયો હતો અને મેદાન પર જ રડવા લાગ્યો હતો.
2/5
આ સમયે પાકિસ્તાની પ્લેયર શોએબ મલિક તેની પાસે પહોંચ્યો અને તેના શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
3/5
મેચ બાદ મેદાન પર ખેલ ભાવનાના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતા જ્યારે પરાજથી દુઃખી અફઘાનીસ્તાન ખેલાડી આફતાબ આલમ મેદાન પર જ રડવા લાગ્યો હતો.
4/5
શુક્રવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ સુપર 4ની મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને બરાબરની ટક્કર આપી હતી. મેચની અંતિમ ઓવર સુધી બંને દેશોના ક્રિકેટપ્રેમીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં. છેલ્લી ઓવરમાં જ કઈ ટીમ વિજેતા બનશે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
5/5
દુબઈઃ એશિયા કપના મહત્વપૂર્ણ મુકાબલામાં ભલે પાકિસ્તાની ટીમે અફઘાનિસ્તાનને 3 વિકેટે માત આપી હોય પરંતુ આ મેચ થકી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અફઘાનિસ્તાનની ટીમને ઓછી આંકવાની ભૂલ અન્ય કોઈપણ ટીમે કરવી નહીં.