શોધખોળ કરો
ભારતીય ટીમના ‘વન્ડર બોય’ આ ગુજરાતી ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લીધી નિવૃત્તિ, ધોનીના કારણે પતી ગઈ કારકિર્દી
માત્ર 17 વર્ષની વયે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારા પાર્થિવ પટેલની વય અત્યારે 35 વર્ષ છે.
![ભારતીય ટીમના ‘વન્ડર બોય’ આ ગુજરાતી ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લીધી નિવૃત્તિ, ધોનીના કારણે પતી ગઈ કારકિર્દી Parthiv Patel Retires: Due to Dhoni era team india wonder boy parthiv patel careers ends ભારતીય ટીમના ‘વન્ડર બોય’ આ ગુજરાતી ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લીધી નિવૃત્તિ, ધોનીના કારણે પતી ગઈ કારકિર્દી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/09184901/parthiv-patel9.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમી ચૂકેલા ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે બુધવારે 9 ડિસેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. માત્ર 17 વર્ષની વયે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારા પાર્થિવ પટેલની વય અત્યારે 35 વર્ષ છે. ગુજરાતી પાર્થિવ પટેલ હવે આઈપીએલમાં પણ નહીં રમે.
35 વર્ષીય પાર્થિવ પટેલ ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને ટી 20 માં રમ્યા હતા. પાર્થિવ ગુજરાત તરફથી 194 ફર્સ્ટ ક્લાસ મેચોમાં રમ્યા હતા. પાર્થિવ પટેલને 2002માં ભારતીય ટીમમાં રમવાનો મોકો મળ્યો ત્યારે તેણે ટેસ્ટમાં સૌથી યુવા વિકેટકીપર બનીને રેકોર્ડ બનાવ્યો હતો. પાર્થિવ જ્યારે ભારતીય ટીમમાંથી પહેલી વાર રમ્યા ત્યારે ફક્ત 17 વર્ષ અને 153 દિવસની ઉમંર હતી. એ વખતે તેમને ભારતીય ક્રિકેટના ‘વન્ડર બોય’ ગણાવાતા હતા.
પાર્થિવની કારકિર્દીની શરૂઆત સારી રીતે થઈ હતી, પરંતુ સિંહ ધોનીના આગમન પછી 2004માં તેમની કારકિર્દીનાં વળતાં પાણી શરૂ થયાં. ધોનીના સારા દેખાવના પગલે પાર્થિવને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. એ પછી પાર્થિવને તક મળી પણ તે ભારતીય ટીમમાં જામી નહોતા શક્યા.
પાર્થિવ પટેલે 8 ઓગસ્ટ, 2002ના રોજ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ, 4 જાન્યુઆ 2002ના રોજ ન્યૂઝીલેન્ડ સામે વન ડે ડેબ્યૂ અને 4 જૂન, 2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 ડેબ્યૂ કર્યુ હતું. જાન્યુઆરી 2018મા તે સાઉથ આફ્રિકા સામે અંતિમ ટેસ્ટ અને ફેબ્રુઆરી 2012માં ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો.
પાર્થિવે 25 ટેસ્ટની 38 ઈનિંગમાં 8 વખત નોટ આઉટ રહીને 934 રન બનાવ્યા છે. જેમાં તેણે 6 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 71 રન છે. 38 વન ડેની 34 ઈનિંગમાં તેણે 4 અડધી સાથે 736 રન ફટાકાર્યા છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 95 રન છે. જ્યારે 2 ટી20માં 112.5ના સ્ટ્રાઇક રેટથી 36 રન બનાવ્યા છે. આઈપીએલની 139 મેચમાં તેણે 120.8ના સ્ટ્રાઇક રેટથી 2848 રન બનાવ્યા છે. આઈપીએલમાં પાર્થિવે 13 અડધી સદી મારી છે અને શ્રેષ્ઠ સ્કોર 81 રન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)