શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની; PM મોદીએ પાઠવી શુભેચ્છા
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી.
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠી વાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલર બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સિંધુને શુભેચ્છા પાઠવી હતી.
તે 2013 અને 2014 બ્રોન્ઝ મેડલ જીતી હતી, જયારે 2017 અને 2018માં સિલ્વર મેડલ જીતી હતી. સતત બે વાર ફાઇનલમાં હારનો સામનો કર્યા પછી છેવટે સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે.PV Sindhu beats Japan's Nozomi Okuhara 21-7, 21-7; becomes 1st Indian to win BWF World Championships gold medal. (file pic) pic.twitter.com/SNHfvka84A
— ANI (@ANI) August 25, 2019
સિંધુ શરૂઆતથી પોતાની હરીફ પર હાવી રહી હતી. તેણે 21-7થી પ્રથમ ગેમ 16 મિનિટમાં જીતી હતી. સિંધુની ઝડપ, નેટ પ્લે અને સ્મેશનો ઓકુહારા પાસે કોઈ જવાબ ન હતો. સિંધુ એટલુ એગ્રેસીવ રમી હતી કે ઓકુહારા માનસિક રીતે તણાવમાં આવી ગઈ હોય તેમ જણાતું હતું. બીજી ગેમમાં પણ સિંધુની લયમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તેણે અનફોર્સ્ડ એરર ન કરતા ઓકુહારાને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. 20 મિનિટમાં 21-7થી ગેમ જીતીને તેણે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. સિંધુની જીતથી હૈદરાબાદ સ્થિત તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.The stupendously talented @Pvsindhu1 makes India proud again!
Congratulations to her for winning the Gold at the BWF World Championships. The passion and dedication with which she’s pursued badminton is inspiring. PV Sindhu’s success will inspire generations of players. — Narendra Modi (@narendramodi) August 25, 2019
ગણેશ ઉત્સવને લઈ અમદાવાદ પોલીસે શું બહાર પાડ્યું જાહેરનામું ? કેટલા ફૂટથી ઊંચી મૂર્તિની નહીં કરી શકાય સ્થાપના ? જાણો વિગતે UP સહતિ ચાર રાજ્યોમાં પેટા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે થશે વોટિંગHyderabad: Family of PV Sindhu celebrates after she became the first Indian to win BWF World Championships gold medal in Basel, Switzerland. #Telangana pic.twitter.com/TgqAY9e3ea
— ANI (@ANI) August 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion