શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
11 સેકન્ડમાં 100 મીટર દોડનારો ભારતનો ‘ઉસૈન બોલ્ટ’, ટ્રાયલમાં રહ્યો સૌથી પાછળ, જુઓ video
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્રિય ખેલ મંત્રીને એક ટ્વીટ કરીને રામેશ્વર ગુર્જર માટે મદદ માગી હતી.
નવી દિલ્હીઃ 11 સેકંડમાં 100 મીટરની દોડ પૂરી કરનાર એથલિટ રામેશ્વર ગુર્જરે સોમવારે તેનું પ્રથમ ટ્રાયલ રન આપ્યું. આ દરમિયાન રામેશ્વરે 13 સેકન્ડનો સમય લીધો. શિવપુરી જિલ્લાના રહેવાસી રામેશ્વરને હાલમાં જ વાયરલ વીડિયોમાં ખુલ્લા પગે 11 સેકન્ડમાં 100 મટીર દોડતા જોવા મળ્યો હતો.
કેન્દ્રિય રમત પ્રધાન કિરણ રિજિજૂએ 19 ઓગસ્ટે રામેશ્વરના સ્પીડ ટેસ્ટનો વિડીયો શેર કર્યો છે. રિજિજૂનું માનવું છે કે વધારે પબ્લિકના કારણે રામેશ્વર પર ખૂબ પ્રેશર હતું. જે કારણે તે સારું પરફોર્મ ન કરી શક્યો. રિજિજૂએ તેને ટ્રેનિંગ આપવાનો ભરોસો આપ્યો છે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્રિય ખેલ મંત્રીને એક ટ્વીટ કરીને રામેશ્વર ગુર્જર માટે મદદ માગી હતી. રામેશ્વર, મધ્ય પ્રદેશના શિવપુરીમાં રહે છે. તેણે ખુલ્લા પગે 100 મીટરની રેસ 11 સેકન્ડમાં પૂરી કરી હતી. જેને જોતા મધ્ય પ્રદેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર જીતૂ પટવારીએ પણ રામેશ્વરને ભોપાલમાં સારી ટ્રેનિંગ આપવાની વાત કહી હતી. જણાવી દઈએ કે રામેશ્વર 10મા ધોરણ સુધી ભણ્યો છે. તેના પરિવારમાં માતા-પિતા અને પાંચ ભાઈ-બહેન છે. પરિવાર ખેતી કરે છે. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે આગળ અભ્યાસ ન કરી શક્યો.Rameshwar Gurjar's trial run was conducted at T T Nagar Stadium by senior coaches of SAI and State Govt. Here, Rameshwar is seen running at extreme left. He is exhausted due to the glare of publicity so couldn't perform well. Will give proper time and training to him. pic.twitter.com/RQtkxWFDFR
— Kiren Rijiju (@KirenRijiju) August 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion