શોધખોળ કરો
Advertisement
સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- વર્લ્ડકપમાં રવિ શાસ્ત્રીએ ન કરવું જોઈએ આ કામ, જાણો વિગત
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેવા વર્લ્ડકપ 2019 માટે દરેક ટીમો વિવિધ રણનીતિ બનાવી રહી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ થોડા દિવસો પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના બેટિંગ ક્રમને લઈ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વર્લ્ડ કપમાં સ્થિતિને જોતા કોહલીને ત્રીજા સ્થાનના બદલે ચોથા સ્થાને બેટિંગ કરવા મોકલતા પણ સંકોચ નહીં થાય.
વાંચોઃ જસપ્રીત બુમરાહે તેની કરિયરના ઉદયનો શ્રેય ટીમ ઈન્ડિયાના ક્યા બેટ્સમેનને આપ્યો ? જાણો વિગત
જે અંગે ભારતના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું કે, કોહલીના બેટિંગ ઓર્ડર સાથે છેડછાડ કરવી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં ગાંગુલીએ જણાવ્યું કે, મેં અખબારોમાં વાચ્યું છે કે શાસ્ત્રી કોહલીને ચોથા ક્રમે બેટિંગ કરવાની વાત કરી રહ્યા છે. હું નથી જાણતો કે પછી ત્રીજા ક્રમે કોણ ઉતરશે. કદાચ અંબાતી રાયડુ ઉતરે. પણ આ યોગ્ય રણનિતી હશે નહીં. કોહલી ત્રીજા ક્રમે ઘણો મોટો બેટ્સમેન છે. વન-ડેમાં ભારતની તાકાત રોહિત-ધવન પછી ત્રીજા નંબરે કોહલીની બેટિંગ છે.
વાંચોઃ વિન્ડિઝના બોલરે ઇંગ્લેન્ડના ખેલાડીને કહ્યો ‘ગે’, જાણો પછી શું મળ્યો જવાબ
થોડા દિવસો પહેલા એક સ્પોર્ટ્સ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે જો વર્લ્ડ કપ દરમિયાન કોઈ મેચની સ્થિતિ ફાસ્ટ બોલરો માટે મદદગાર રહેશે તો તે કોહલીને વહેલો બેટિંગમાં મોકલીને વિકેટ ગુમાવવા માંગશે નહીં. આવી સ્થિતિમાં ત્રીજા ક્રમે કોઈ બીજા બેટ્સમેનને મોકલી કોહલીને ચોથા ક્રમે ઉતારવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement