શોધખોળ કરો
Advertisement
અશ્વિને આફ્રિકા સામે 8 ઝડપતા જ મુરલીધરનના આ રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગતે
અશ્વિન સૌથી ઝડપી 350મી ટેસ્ટ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને પોતાની ટેસ્ટ કેરિયરના 66મી મેચમાં 350 વિકેટ લેવાની સિદ્ધી હાંસલ કરી છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાન સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટ લેતાંથી સાથે જ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અશ્વિને દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં થ્યૂનિસ ડી બ્રુઈનને આઉટ કરતાજ સૌથી ઝડપી 350મી વિકેટ લેવાનો રેકોર્ડ બનાવી શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અશ્વિને આ મામલે દુનિયાના અનેક દિગ્ગજ બોલરોને પાછળ છોડી દીધાં છે.
અશ્વિન સૌથી ઝડપી 350મી ટેસ્ટ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને પોતાની ટેસ્ટ કેરિયરના 66મી મેચમાં 350મી વિકેટ લેવાની સિદ્ધી હાંસલ કરી છે.
અશ્વિન મુરલીધરન સાથે સંયુક્ત રીતે સૌથી ઝડપી 350મી ટેસ્ટ વિકેટ લેનારો બોલર બની ગયો છે. મુરલીધરને પણ પોતાની 66મી ટેસ્ટમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 2001માં 350મી ટેસ્ટ વિકેટ ઝડપી હતી. મુરલીધરને ટેસ્ટમાં 800 વિકેટ લેનારો દુનિયાનો એકમાત્ર બોલર છે.
આ સિવાય અશ્વિના નામે કુલ 27મી વખત ટેસ્ટમાં એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચમી વખત અશ્વિને ટેસ્ટ મેચની એકજ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. તેની સાથે જ અશ્વિને બોલર હરભજન સિંહ અને શ્રીનાથને પણ પછાળ છોડી દીધાં છે.
દક્ષિણ આફ્રિકા સામે અશ્વિને તોડ્યો હરભજન-શ્રીનાથનો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion