પુણે વન ડે જીતવાની સાથે જ વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ચોથી મેચ 29 ઓક્ટોબરે મુંબઈમાં રમાશે.
2/5
શોએબ અખ્તરે ટ્વિટ કરીને લખ્યું કે, “ગુવાહાટી-વિશાખાપટ્ટનમ, પુણે. વિરાટ કોહલી અલગ જ વ્યક્તિ છે. સતત ત્રણ વન ડે સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બનવાની સિદ્ધી તેણે મળવી છે. તે ખરેખર રન મશીન છે. હું તારા માટે 120 સદીનો ટાર્ગેટ રાખું છું.”
3/5
કોહલીના આ પ્રદર્શનના વિશ્વના અનેક ક્રિકેટરો પ્રશંસક બની ગયા છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટ્વિટ કરીને ભારતીય કેપ્ટનને નવો પડકાર આપ્યો છે. રાવલપિંડી એક્સપ્રેસે કોહલી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 120 સદીનો ટાર્ગેટ રાખ્યો છે.
4/5
નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ પુણેમાં સદી ફટકારવાની સાથે સતત ત્રણ વન ડેમાં સદી મારાનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ તેના વન ડે કરિયરની 38મી સદી હતી, તેમ છતાં તે ભારતને જાતાડી શક્યો નહોતો. કોહલીએ સીરિઝમાં પહેલી મેચમાં ગુવાહાટીમાં, બીજી મેચમાં વિશાખાપટ્ટનમમાં સદી ફટકારી હતી.