શોધખોળ કરો
IPL11: ડિવિલિયર્સના ધમાકાથી જીતી રૉયલ ચેલેન્જર્સ, દિલ્હીની વધુ એક હાર
1/6

બેગ્લુરુંની પાંચ મેચોમાં આ બીજી જીત છે, જ્યારે દિલ્હીને આટલી જ મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. એબી ડિવિલિયર્સે પોતાના સદાબહાર અંદાજમાં બેટિંગ કરતાં ઋષભ પંતના સાહસિક પ્રયાસો પર પાણી ફેરવીને રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરુંને જીત અપાવી દીધી હતી.
2/6

શરૂઆતમાં બે વિકેટ ઝડપથી પડી ગયા બાદ આંશિક સંકટમાં મૂકાયેલી RCBની લથડતી ઈનિંગને સુકાની વિરાટ કોહલી અને હાર્ડહિટર એબી ડીવિલિયર્સે સંભાળી હતી. તેમાં પણ એબીડીએ તો આવતાવેંત જ સટાસટી બોલાવી હતી અને ફક્ત 16 બોલમાં 5 ફોર અને 1 સિક્સ વડે 33 રન ફટકાર્યા હતા. જ્યારે વિરાટે પણ 23 બોલમાં 2 ફોર અને 1 સિક્સ વડે 27 રન ફટકાર્યા હતા. બંનેએ 49 રનની અણનમ ભાગીદારી કરતા RCBનો સ્કોર 10 ઓવરના અંતે 2 વિકેટે 82 રન થયો હતો.
Published at : 22 Apr 2018 09:11 AM (IST)
View More





















