શોધખોળ કરો
Advertisement
રેનોની આ કારે હાંસલ કર્યું મોટું સીમાચિહ્ન, મારુતિની અલ્ટોને આપી રહી છે ટક્કર, જાણો વિગત
રેનોની સૌથી વધારે વેચાતી કાર Kwid એ ભારતમાં 3 લાખ યૂનિટનો વેચાણ આંકડો પાર કરી લીધો છે. મારુતિની અલ્ટોને ટક્કર આપતી આ નાની કાર વર્ષ 2015માં લોન્ચ થઈ હતી.
નવી દિલ્હીઃ રેનોની સૌથી વધારે વેચાતી કાર Kwid એ ભારતમાં 3 લાખ યૂનિટનો વેચાણ આંકડો પાર કરી લીધો છે. મારુતિની અલ્ટોને ટક્કર આપતી આ નાની કાર વર્ષ 2015માં લોન્ચ થઈ હતી. એસયુવી જેવી ડિઝાઈન, વધારે કેબિન સ્પેસ અને પરવડે તેવા ભાવના કારણે આ કાર લોન્ચિંગની સાથે જ જાણીતી થઈ હતી.
રેનો ક્વિડને સંપૂર્ણ રીતે ભારતમાં જ બનાવવામાં આવે છે. તેના 98 ટકા સ્પેરપાર્ટ્સ અહીંયા તૈયાર થાય છે. આ કારણે નાની કારની કિંમત ઘણી ઓછી છે. ફીચર્સ મામલે પણ આ કાર ઘણી આગળ છે.
7 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવતી હોય તો તેવી આ સેગમેન્ટની પ્રથમ કાર છે. બાદમાં તેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે અપડેટ કરવામાં આવ્યું છે. ઉપરાંત ક્વિડમાં પૂરી રીતે ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કંસોલ, સ્પીડ સેન્સિટિવ વોલ્યૂમ કન્ટ્રોલ અને વન ટચ લેન ઈડિકેટર્સ જેવા સેગમેન્ટ પહેલાથી જ છે.
રેનો ક્વિડ બે એન્જિન ઓપ્શનમાં મળે છે. 0.8 લીટરનું પેટ્રોલ એન્જિન 53 bhpનો પાવર જનરેટ કરે છે, જ્યારે 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન 67 bhpનો પાવર જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનું ઓપ્શન ઉપલબ્ધ છે.
રેનો ક્વિડમાં ડ્રાઈવર સાઇડ એરબેગ, ઈબીડી સાથે અબીએસ, સ્પીડ એલર્ટ સિસ્ટમ, પેસેન્જર સીટ બેલ્ટ રિમાઈન્ડર અને ચાઈલ્ડ સીટ માટે ISOFIX ફીચર્સ આપવામાં આવ્યા છે. કારની કિંમત 2.76 લાખ થી 4.75 લાખ રૂપિયા વચ્ચે છે. 0.8 લીટરવાળા એન્જિનની માઇલેજ 25.17 કિલોમીટર અને 1.0 લીટરવાળા એન્જિનની માઈલેજ 23.01 કિલોમીટર પ્રતિ લીટર છે.
યુવરાજના ખાસ મિત્રએ તેને ‘DJ’ ગણાવ્યો, કહ્યું- દરેક દિવસ ‘રોઝ ડે’ રહેતો, જાણો વિગત
વર્લ્ડકપ 2019: ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે વધુ એક માઠા સમાચાર, જાણો વિગત
યુવરાજે પોતાની ક્રિકેટ કારકિર્દી માટે કઈ ત્રણ વ્યક્તિનો માન્યો આભાર ? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દુનિયા
Advertisement