વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધારે રનનો વ્યક્તિગત ભારતીય સ્કોર વિરેન્દ્ર સેહવાગના નામે છે. તેણે 2011માં ઈન્દોરમાં 219 રનની ઈનિંગ રમી હતી.
2/6
આ ઉપરાંત ટેસ્ટ રમતાં 9 દેશો સામે સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ રેકોર્ડમાં તે સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, હર્ષલ ગિબ્સ, હાશિમ અમલા, વિરાટ કોહલી, રોસ ટેલર, એબી ડિવિલિયર્સ, માર્ટિન ગુપ્ટિલ, ઉપલ થરંગા સાથે આવી ગયો છે.
3/6
ગુવાહાટીઃ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વન ડેમાં 8 વિકેટથી જીતમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મહત્વનું યોગદાન આપ્યું હતું. બંનેએ સદી મારવાની સાથે કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા હતા. રોહિત શર્મા 152 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સાથે જ તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
4/6
રોહિત શર્માએ કરિયરની 20મી સદી ફટકરી હતી. 20મી સદીની સાથે તેણે છઠ્ઠી વખત 150થી વધુનો સ્કોર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે 49 સદીમાં 5 વખત 150થી વધારેનો સ્કોર નોંધાવ્યો હતો. જે એક રેકોર્ડ હતો. આ રેકોર્ડને રવિવારે રોહિત શર્માએ તોડી નાંખ્યો હતો.
5/6
આ ઉપરાંત રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધારે વ્યક્તિગત સ્કોરમાં પણ સચિનને પાછળ રાખી દીધો છે. સચિને 2006માં સિંગાપોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 141 રન બનાવ્યા હતા, જ્યારે રોહિતે ગુવાહાટીમાં 2018માં અણનમ 152 રન નોંધાવ્યા છે.
6/6
શ્રીલંકાનો સનથ જયસૂર્યા, વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેઇલ, સાઉથ આફ્રિકાનો હાશિમ અમલા અને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર વનડેમાં 4 વખત 150થી વધુનો સ્કોર કરી ચુક્યા છે.