શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માને ડ્રીમ ઓપનિંગ ડેબ્યૂનું મળ્યું ઇનામ, ટેસ્ટ રેન્કિંગમાં 17 ક્રમે પહોંચ્યો
રોહિતે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 176 અને બીજી ઇનિંગમાં 127 રનની ઇનિંગ રમી હતી
નવી દિલ્હીઃ ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ મેચની બંન્ને ઇનિંગમાં સદી ફટકારનાર રોહિત શર્માએ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. રોહિત શર્મા બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં કરિયરના સર્વશ્રેષ્ઠ 17મા સ્થાન પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે રોહિતે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 176 અને બીજી ઇનિંગમાં 127 રનની ઇનિંગ રમી હતી. રોહિતને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
રોહિતના નામ હવે 28 ટેસ્ટ મેચમાં પાંચ સદી છે. બે ઇનિંગમાં સદીને કારણે રોહિતની રેન્કિંગમાં 36 અંકની છલાંગ લગાવી હતી. આ મેચમાં ભારતે 203 રનોથી મેચ જીતી લીધી હતી. અન્ય બેટ્સમેન મયંક અગ્રવાલે પ્રથમ ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી જેને કારણે તેને પણ 38 ક્રમાંક ફાયદો થયો હતો. મયંક કરિયરમાં સૌથી સર્વશ્રેષ્ઠ 25મી રેન્કિંગ પર પહોંચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion