(Source: ECI/ABP News/ABP Majha)
Shoaib Malik સાથે ડિવોર્સના અહેવાલ વચ્ચે સાનિયા મિર્ઝાએ લખી આ પોસ્ટ, સોશિયલ મીડિયા પર હોબાળો
ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ડિવોર્સની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
Sania Mirza's Post Amid Divorce Rumours With Shoaib Malik: ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ડિવોર્સની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. તાજેતરમાં જ બંનેએ તેમના પુત્ર ઇઝાનનો જન્મદિવસ એકસાથે સેલિબ્રેટ કર્યો હતો, જેની તસવીરો પણ શોએબ મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પરંતુ દંપતીના જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યુ ન હોવાના સમાચાર આગની જેમ ફેલાઇ રહ્યા છે
Sania Mirza's Latest Insta Story pic.twitter.com/aM26zbs76W
— Vikash Gaur 🇮🇳 (@thevikashgaur) November 8, 2022
સાનિયા મિર્ઝા અને શોએબની લવ કેમિસ્ટ્રીએ એક સમયે બધાનું દિલ મોહી લીધું હતું પરંતુ આ સમયે સામે આવેલી સાનિયાની એક પોસ્ટે બધાને વિચારતા કરી દીધા છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની લાગણીઓ શેર કરતા તેણે લખ્યું હતું કે 'તૂટેલા દિલ ક્યાં જાય છે? અલ્લાહને શોધવા માટે. સાનિયા મિર્ઝાએ આ પોસ્ટ એવા સમયે કરી છે જ્યારે શોએબ મલિક સાથે તેના ડિવોર્સની ચર્ચા થઇ રહી છે
The moments that get me through the hardest days 💙 @izhaan.mirzamalik https://t.co/Oi832WPtSi
— Sania Mirza (@MirzaSania) November 4, 2022
શું શોએબ સાનિયા સાથે છેતરપિંડી કરી રહ્યો છે?
આ કપલ વિશે જે અટકળો લગાવવામાં આવી રહી છે તેમાં કેટલું સત્ય છે, તે કહી શકાય તેમ નથી અને તેની પાછળનું સાચું કારણ પણ સામે આવ્યું નથી. જો કે, પાકિસ્તાનના કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, શોએબ મલિકે તેના એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે કથિત રીતે છેતરપિંડી કરી હતી. પાકિસ્તાની મીડિયાએ એમ પણ કહ્યું છે કે આ કપલ હવે અલગ થઈ ગયા છે અને છેલ્લા કેટલાક સમયથી અલગ રહે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને હવે માત્ર તેમના પુત્ર ઇઝાનના સહ-પેરેન્ટિંગને કારણે સાથે છે. જોકે આ રિપોર્ટની અમે પુષ્ટી કરી રહ્યા નથી. નોંધનીય છે કે શોએબ અને સાનિયાએ એપ્રિલ 2010માં લગ્ન કર્યા હતા.