શોધખોળ કરો

Sania Mirza: પીએમ મોદીએ નિવૃત પર સાનિયા મિર્ઝાને પત્ર લખી આપી શુભેચ્છા, ટેનિસ સ્ટારે ખાસ અંદાજમાં આપ્યો જવાબ

Sania Mirza Prime Minister Narendra Modi: તાજેતરમાં સાનિયા મિર્ઝાએ પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહી દીધું હતું. સાનિયા મિર્ઝાની ટેનિસ કારકિર્દી શાનદાર રહી છે.

Sania Mirza Prime Minister Narendra Modi: તાજેતરમાં સાનિયા મિર્ઝાએ પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહી દીધું હતું. સાનિયા મિર્ઝાની ટેનિસ કારકિર્દી શાનદાર રહી છે. જ્યારે તેણે પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહ્યું ત્યારે ઘણી મોટી હસ્તીઓએ પોતાની શુભેચ્છાઓ અને પ્રતિભાવો આપ્યા હતા. તે જ સમયે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાનિયા મિર્ઝાને તેની શાનદાર કારકિર્દી માટે અભિનંદન આપતો પત્ર લખ્યો હતો. હવે સાનિયા મિર્ઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્રનો જવાબ આપ્યો છે. વાસ્તવમાં તેમણે પત્ર લખીને પીએમ મોદીનો આભાર માન્યો છે.

'હું આદરણીય વડાપ્રધાનનો આભાર માનું છું'

સાનિયા મિર્ઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં ભારતીય ટેનિસ સ્ટારે પીએમ મોદીનો આભાર માન્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે 'હું આદરણીય વડાપ્રધાનનો આભાર માનું છું. આદરણીય વડાપ્રધાને જે રીતે મને પત્ર લખીને પ્રોત્સાહિત કરી છે તેના માટે હું આદરણીય વડાપ્રધાનનો આભાર માનું છું. મને હંમેશા મારા દેશનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ અનુભવ્યો છે.

'ભારતને ગૌરવ અપાવવા માટે મારું 100 ટકા આપતી રહીશ'

સાનિયા મિર્ઝા આગળ લખે છે કે મેં હંમેશા મારા દેશ માટે 100% આપ્યું છે અને ભવિષ્યમાં પણ યોગદાન આપતી રહીશ. ભારતને ગૌરવ અપાવવા માટે હું મારું 100 ટકા આપતી રહીશ. આ મદદ માટે આદરણીય વડાપ્રધાનનો આભાર... ઉલ્લેખનીય છે કે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહી દીધું હતું. હાલમાં, તે વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેન્ટરની ભૂમિકા ભજવી રહી છે. આ ભારતીય ટેનિસ સ્ટારે આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ઘણા મોટા ખિતાબ જીત્યા છે.

યુવરાજ, અઝરુદ્દીન સહિતની નામી હસ્તીઓએ સાનિયાને શુભેચ્છા પાઠવી હતી

સાનિયાએ તેની કારકિર્દીની છેલ્લી મેચ હૈદરાબાદના લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં રમી હતી, જ્યાં તેણે લગભગ બે દાયકા પહેલા ડબલ્યુટીએ સિંગલ્સ ટાઇટલ જીતીને ભવ્ય ડેબ્યૂ કર્યું હતું. સાનિયાની છેલ્લી મેચ રમવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ હૈદરાબાદના મેદાન પર પહોંચ્યા હતા. આમાં તેલંગાણાના રમતગમત મંત્રી તેમજ રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને સાનિયા મિર્ઝાના બેસ્ટ ફ્રેન્ડ બેથેની મેટેકનો સમાવેશ થાય છે.

ગ્રાઉન્ડ પર અનેક હસ્તીઓ હાજર રહી હતી

આ સિવાય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ મેદાન પર હાજર હતા. જ્યારે સાનિયા મેદાન પર પહોંચી તો ત્યાં હાજર તમામ લોકોએ તેના માટે ખૂબ તાળીઓ પાડી અને તેનું જબરદસ્ત સ્વાગત કર્યું. સાનિયા મિર્ઝા તેના વિદાયના ભાષણમાં ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, હું તમારા બધાની સામે મારી કારકિર્દીની છેલ્લી મેચ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. 20 વર્ષથી મારા દેશ માટે રમવું એ મારા માટે સૌથી મોટું સન્માન છે. પોતાના દેશ માટે ટોપ લેવલ પર રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે અને હું આમ કરી શકી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Embed widget