(Source: ECI/ABP News/ABP Majha)
મોટા સમાચાર : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ મેડલ, વેઇટ લિફ્ટિંગમાં સંકેત સરગરે મેળવ્યો સિલ્વર મેડલ
Sanket Sargar Wins Medal : વેઇટ લિફ્ટિંગમાં 55kg કેટેગરીની સ્પર્ધામાં ભારતના વેઇટ લિફ્ટર સંકેત સરગરે સિલ્વર મેડલ મેળવ્યો છે.
Sanket Sargar Wins Medal : કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. વેઇટ લિફ્ટિંગમાં 55kg કેટેગરીની સ્પર્ધામાં ભારતના વેઇટ લિફ્ટર સંકેત સરગરે સિલ્વર મેડલ મેળવ્યો છે.
#CommonwealthGames | India's Sanket Mahadev Sargar wins a silver medal for India in 55 Kg weight category with a total of 248 Kg. First medal for India in #CWG22 pic.twitter.com/1J6sIo8EYH
— ANI (@ANI) July 30, 2022
બેડમિન્ટનમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું
પીવી સિંધુએ તેની મહિલા સિંગલ્સ મેચમાં પાકિસ્તાનની માહુરને 21-7, 21-6થી હરાવી. ભારતે 3-0ની સરસાઈ સાથે બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. જોકે, બાકીની 2 મેચો પણ રમાશે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ના પહેલા દિવસે, ભારતે બેડમિન્ટન મિશ્રિત ટીમ ઈવેન્ટ્સમાં પાકિસ્તાનનો સામનો કર્યો. ગત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે આ વખતે પણ ભારતને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યું છે.
કિદામ્બી શ્રીકાંત પણ જીત્યો હતો
ભારતીય ખેલાડીએ પહેલી ગેમમાં પાકિસ્તાનની જોડીને 21-9થી હાર આપી હતી. ભારતીય ખેલાડીઓ અશ્વિની અને સુમીતની જોડીએ પ્રથમ ગેમ જીતી હતી. ભારતીય ખેલાડીઓ અશ્વિની અને સુમીતે પાકિસ્તાનની જોડીને 21-9, 21-12થી હરાવી મેચ જીતી લીધી હતી. આ રીતે ભારતે 1-0ની લીડ મેળવી લીધી હતી.
આ સિવાય ભારતના ટોચના શટલર કિદામ્બી શ્રીકાંતે મેન્સ સિંગલ્સમાં આસાન વિજય નોંધાવ્યો હતો. તેણે પોતાના પ્રતિસ્પર્ધીને 21-7થી હરાવ્યો.
પીવી સિંધુની આસાન જીત
પીવી સિંધુની જીત સાથે ભારતીય ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. જો કે આ અજેય લીડ છતાં બાકીની 2 મેચો પણ રમાશે. અગાઉ ભારતીય શટલર શ્રીકાંતે મુરાદ અલીને હરાવ્યો હતો. શ્રીકાંતે પુરૂષ સિંગલ્સની મેચમાં મુરાદ અલીને 21-7 અને 21-12થી હરાવ્યો હતો. સ્ટાર ભારતીય ખેલાડી પીવી સિંધુની સામે પાકિસ્તાનની માહુર શહજાદ હતી, પરંતુ તેણે આસાનીથી મેચ જીતી લીધી હતી.