ઘટના એવી બની કે, બીજી વન ડે દરમિયાન સાઉથ આફ્રિકા ઇનિંગની 37મી ઓવરમાં ત્રીજા બૉલ પર જ્યારે એન્ડિલ ફેહલુકવાયો સિંગલ લઇને દોડી રહ્યો હતો ત્યારે સ્ટમ્પની પાછળ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે તેના પર નસ્લીય ટિપ્પણી કરી, જે માઇકમાં કેચઅપ થઇ ગઇ. જેમાં તે કહેતો હતો કે ‘અરે કાળિયા, તારી મા આજે ક્યાં બેઠી છે ?’
2/3
જેને લઈ આઈસીસીના એન્ટી રસિઝમ કોડના ભંગ બદલ સરફરાજ પર કાર્રવાઇ કરવામાં આવી હતી. આજે આઈસીસીએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહેમદને ચાર મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પહેલા શુક્રવારે પાકિસ્તાની કેપ્ટને ફેહલુકવાયો સાથે મુલાકાત કરી માફી માંગી હતી.
3/3
ડરબનઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદ સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી વનડે મેચમાં વંશીય ટિપ્પણી કરતાં વિવાદ થયો હતો. મેચ દરમિયાન સરફરાજે સાઉથ આફ્રિકાના બેટ્સમેન એન્ડિલ ફેહલુકવાયો વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરતાં કાળીયો કહ્યો હતો, સાથે તેની માને પણ અપશબ્દો કહ્યાં હતા.