શોધખોળ કરો
ટેનિસ સ્ટાર્સ સાનિયા મિર્ઝાના પુત્રની પહેલી તસવીર આવી સામે, જુઓ આ રહી તસવીરો

1/5

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં સાનિયાએ પોતાના બાળપણના મિત્ર સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી. જોકે બંનેના લગ્ન ન થયા અને પછી 2010માં સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરી લીધા હતા. સાનિયા અને શોએબે ટેનિસ ખેલાડીના પ્રેગ્નેટ થવાની જાણકારી 23 એપ્રિલ 2018માં સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
2/5

તેણે લખ્યું હતું કે, ખૂબ જ ઉત્સુક્તા સાથે જણાવી રહ્યો છું કે, દીકરો થયો છે. મારી ગર્લ સાનિયા એકદમ સ્ટ્રોંગ છે. સાનિયા ઈચ્છતી હતી કે, ડિલીવરી બાદ તે જલ્દી જ ટેનિસ કોર્ટમાં કમબેક કરે. તેણે કહ્યું હતું કે, તે 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવાનું પ્લાનિંગ કરી રહી છે.
3/5

સાનિયા અને શોએબનું માનવું છે કે, પહેલું નામ ભગવાનની ગિફ્ટ હોય છે અને તેમના માટે તેમનો દીકરો પણ ભગવાનની ગિફ્ટ સમાન છે. પિતા બનેલા શોએબ મલિકે ટ્વીટ કરતા આ વાતની જાહેરાત કરી હતી.
4/5

તસવીરમાં સાનિયા પોતાના પુત્ર સાથે જોવા મળી હતી. તેણે પોતાના પુત્રને ખોળામાં તેડ્યો હતો. આ તસવીર હોસ્પિટલની છે. સાનિયા પુત્રને લઈને ઘરે જઈ રહી છે. સાનિયા પોતાના પુત્રનું નામ ઈઝાન મિર્ઝા મલિક રાખ્યું છે.
5/5

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ હાલમાં જ પુત્રને જન્મ આપ્યો છે. તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પિતા બનવાની જાણકારી શેર કરી હતી. હવે સોશિયલ મીડિયા પર શાનિયા મિર્ઝાના પુત્રની તસવીર વાઈરલ થઈ રહી છે.
Published at : 03 Nov 2018 10:37 AM (IST)
Tags :
Tennis Star Sania Mirzaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
