શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ટીમની જાહેરાત, રોહિત શર્મા, શિખર ધવન ટીમમાં યથાવત

મુંબઈઃ ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ 22 સપ્ટેમ્બરથી શરૂ થનારા ત્રણ ક્રિકેટ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા અને શિખર ધવનને ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે. સ્ટુઉર્ટ બિન્નીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ઓપનિંગ બેસ્ટમેન તરીકે ટીમમાં લોકેશ રાહુલ, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પુજારાને ટીમમાં સ્થાન મળ્યું છે. મીડલ ઓર્ડરમાં અંજિક્ય રહાણેને પણ સ્થાન મળ્યું છે. ટેસ્ટ ટીમ- વિરાટ કોહલી, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મુરલી વિજય, આર.અશ્વિન, રોહિત શર્મા, રિદ્ધિમાન સહા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, ભૂવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, ઉમેશ યાદવ
વધુ વાંચો





















