શોધખોળ કરો
આ યુવા બેટ્સમેને ધડાધડ 10 છગ્ગા ફટકારીને પુરી કરી સદી તો લોકો ચોંક્યા, બોલ્યા- ભારતનો બેન સ્ટૉક્સ
મુંબઇની ટીમ ભલે હારી ગઇ પણ મુંબઇના યુવા ઓલરાઉન્ડર ખેલાડીએ બધાનુ ધ્યાન ખેંચ્યુ. આ યુવા ખેલાડી શિવમ ડુબે છે

બેગ્લુંરુઃ ઘરેલુ ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક ઇનિંગના કારણે ચર્ચામાં આવેલા શિવમ ડુબે સોશ્યલ મીડિયામાં છવાઇ ગયો છે. શિવમ ડુબેએ વિજય હજારે ટ્રૉફીને એલિટ ગ્રુપ એ મેચમાં ધડાધડા 10 છગ્ગા ફટકારનીને આક્રમક સદી ફટકારી દીધી હતી. શિવમ ડુબેએ ઓલરાઉન્ડર પ્રદર્શન કરતાં લોકો તેને ભારતનો બેન સ્ટૉક્સ ગણાવવા લાગ્યા હતા. મુંબઇ અને કર્ણાટકા વચ્ચે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં કર્ણાટકાની ટીમે 7 વિકેટ ગુમાવીને 312 રન બનાવ્યા ત્યાબાદ મુંબઇની ટીમ મેદાનમાં આવી પણ 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇની ટીમ ભલે હારી ગઇ પણ મુંબઇના યુવા ઓલરાઉન્ડર ખેલાડીએ બધાનુ ધ્યાન ખેંચ્યુ. આ યુવા ખેલાડી શિવમ ડુબે છે.
કર્ણાટકા સામેની મેચમાં શિવમ ડુબેએ 67 બૉલમાં 118 રનની શતકીય ઇનિંગ રમી, ખાસ વાત એ છે કે શિવમ ડુબેએ આ ઇનિંગમાં ધડાધડ 10 છગ્ગા ફટકાર્યા, સાથે 7 ચોગ્ગા પણ સામેલ રહ્યાં. શિવમની આ ઇનિંગ જોઇને ક્રિકેટ ફેન્સ શિવમ ડુબેને ભારતનો યુવા બેન સ્ટૉક્સ ગણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, શિવમ બેટિંગ અને બૉલિંગ બન્નેમાં ઉમદા પ્રદર્શન કરી રહ્યો છે.

વધુ વાંચો