શોધખોળ કરો

કનેરિયાને લઈને આ ખેલાડીએ ફેરવી તોળ્યું, કહ્યું- પાકિસ્તાનમાં હિન્દુઓનું સન્માન.....

ગુરુવારે અખ્તરે આરોપ લગાવ્યો કે ટીમમાં અનેક લોકો એવા હતા જે કનેરીયાને પાકિસ્તાની ટીમમાં જોવા માગતા ન હતા.

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તાજેતરમાં પાકિસ્તાની ટીમ વિરુદ્ધ મોટું નિવેદન આપતા ખુલાસો કર્યો હતો કે, ડ્રેસિંગ રૂમમાં દાનિશ કનેરિયા સાથે ભેદભાવ થતો હતો. હિન્દુ હોવાના કારણે ખેલાડીઓ તેમની સાથે ખાવાનું ન્હોતા ખાતા. હવે આ મુદ્દા ઉપર વિવાદ સર્જાતા શોએબ અખ્તરે પોતાના નિવેદન ઉપર પલટી મારી છે. શોએબ અખ્તરે યુટર્ન લેતા કહ્યું કે, તેમણે ક્યારેએ આવું નિવેદન આપ્યું નથી. તેમની વાતને ફેરવીતોડીને રજૂ કરવામાં આવી હતી. ગુરુવારે અખ્તરે આરોપ લગાવ્યો કે ટીમમાં અનેક લોકો એવા હતા જે કનેરીયાને પાકિસ્તાની ટીમમાં જોવા માગતા ન હતા. કેમ કે તે હિન્દુ ધર્મને માનતો હતો. જે બાદ કનેરીયાએ પણ કહ્યું કે, અમુક ખેલાડી હતા જેમને ટાર્ગેટ કરતા હતા. પણ તેના પર ધર્મ પરિવર્તનનું પ્રેશર કરવામાં આવ્યું ન હતું. અખ્તરે કહ્યું કે, મારા નિવેદનને લઈ જે પણ વિવાદ થયો તેને હું જોઈ રહ્યો હતો. મારા નિવેદનને ખોટી રીતે સમજવામાં આવ્યું છે. પોતાના યુટ્યુબ ચેનલ પર અખ્તરે કહ્યું હતું કે, ટીમમાં 1-2 ખેલાડીઓ કનેરીયાને લઈ ભેદભાવપૂર્વક ટિપ્પણી કરી પણ ટીમનાં બાકીના સભ્યોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું. કનેરિયાને લઈને આ ખેલાડીએ ફેરવી તોળ્યું, કહ્યું- પાકિસ્તાનમાં હિન્દુઓનું સન્માન..... શોએબ અખ્તરે તાજા યુટ્યૂબ વીડિયોમાં કહ્યું હતું કે, 'હું જોવા માંગુ છું કે લોકો આ વાત ઉપર શું વિચારે છે. માશા અલ્લાહ તમે મારા એ નિવેદન ઉપર સારી પ્રતિક્રિયા આપી હતી. અને ખોટી ખબર પણ ફેલાવી.' શોએબે કહ્યું કે, 'મેં દાનિશ કનેરિયા અંગે જે પણ કહ્યું છે એ ટીમ કલ્ચર તરીકે નથી કહ્યું. આમ કરનારી અમારી ટીમ નથી. પરંતુ એક-બે ખેલાડી છે જેમણે આવું કર્યું હતું. આવા એક બે ખેલાડી આખી દુનિયામાં હોય છે. જે જાતિગત ટિપ્પણી આપે છે.' શોએબ અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે, 'હું એવા ખેલાડીઓ સાથે કડક વલણ દાખવ્યું અને કહ્યું કે,જો ફરીથી આવું થયું તો એમને બહાર ફેંકી દઈશ. એ સમયે એક અન્ય સાથી ખેલાડી પણ હાજર હતો. તેમણે કહ્યું કે, શોએબ બિલકુલ ઠીક કહી રહ્યા છે. તમારે આવી વાત બિલકુલ ન કરવી જોઈએ.' શોએબ અખ્તરે પોતાના વીડિયોમાં એટલા સુધી કહી દીધું હતું કે, પાકિસ્તાન હિન્દુઓનું ઘર છે. અહીં તેમનું સન્માન થાય છે. જોકે, સચ્ચાઈ આખી દુનિયા જાણે છે. શોએબ અખ્તરનું નિવેદન કેટલું સાચું છે. આ ઉપરાંત શોએબે કહ્યું કે, ઈસીબીએ કનેરીયા પર બેન લગાવ્યો છે, ન કે પાકિસ્તાને તેના ધર્મને લઈ. દાનિશ કનેરીયાને પાકિસ્તાની ટીમે ક્યારેય એકલો છોડ્યો નથી. તેને ઈસીબીના કારણે ડ્રોપ કરવામાં આવ્યો છે. તેની સાથે મેચ ફિક્સિંગની પણ સમસ્યા હતી અને ઈસીબીએ તેને સજા આપી છે. પાકિસ્તાને તેની સાથે કાંઈ ખોટું કર્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget