શોધખોળ કરો
Advertisement
ભારતના દિગ્ગજ ક્રિકેટરનું મોટું નિવેદન, ‘પહેલી નજરે જ હરભજન સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો!’
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ઈડન ગાર્ડનની એ ટેસ્ટ મેચને રાહુલ દ્રવિડ અને હરભજન સિંહની ઐતિહાસિક ઇનિંગના કારણે યાદ કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ હરભજન સિંહ અને સૌરવ ગાંગુલીની જોડીએ ભારતીય ટીમને 2011માં એ સીરીઝ અપાવી હતી જ્યારથી ભારતીય ક્રિકેટનો દબદબો વિશ્વ ક્રિકેટમાં બનવાનો શરૂ થયો. હવે બીસીસીઆઈ અધ્યક્ષ બનેલ પૂર્વ ભારતીય દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ હરભજન સિંહને બોલની સાથે ભારતીય ટીના સૌથી મોટા વિનર ગણાવ્યા છે.
કોલકાતા ટેસ્ટમાં 2001માં હરભજ સિંહે 13 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી હતી. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા. હરભજન સિંહે એ સીરીઝમાં 32 વિકેટ પોતાના નામે કરી હતી.
સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમમાં વાતચીતમાં જણાવ્યું કે, કહે છે કે પહેલી નજરમાં પ્રેમ થવો. મેં જ્યારે હરભજન સિંહને ઈડનમાં બોલિંગ કરતા અને 13 વિકેટ ઝડપતાં જોયો તો તે એક ક્રિકેટર માટે પહેલી નજરનાં પ્રેમ જેવો હતો કારણ કે મને લાગે છે કે આ ખેલાડી આગળ જતાં ભારતીય ક્રિકેટને બદલી નાખશે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ઈડન ગાર્ડનની એ ટેસ્ટ મેચને રાહુલ દ્રવિડ અને હરભજન સિંહની ઐતિહાસિક ઇનિંગના કારણે યાદ કરવામાં આવે છે. પરંતુ હરભજન સિંહે તે મેચમાં ઝડપેલી 13 વિકેટ તેમને આજે પણ યાદ છે. નોંધનીય છે કે, કોલકાતામાં રમાયેલી તે ટેસ્ટ મેચમાં હરભજન સિંહે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. ભારતે ફૉલોઑન થવા છતાંય કોલકાતા ટેસ્ટમાં 171 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ચેન્નઇ ટેસ્ટમાં પણ ઑસ્ટ્રેલિયાને બે વિકેટે હરાવીને સીરીઝ 2-1થી જીતી લીધી હતી.
39 વર્ષના હરભજન સિંહે વર્ષ 1999માં ડેબ્યૂ કર્યું હતું અને સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં તેણે ટીમ ઈન્ડિયાને અનેક મેચોમાં જીત અપાવી. ભજ્જીએ વનડેમાં 269, ટેસ્ટમાં 417 અને ટી20માં 25 વિકેટ ઝડપી છે. હરભજન સિંહે વર્ષ 2007માં વર્લ્ડ ટી20 અને 2011માં વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion