શોધખોળ કરો
Advertisement
ડેલ સ્ટેને વિશ્વનો શ્રેષ્ઠ ફાસ્ટ બોલર કોને ગણાવ્યો ? નામ જાણીને ચોંકી જશો
સાઉથ આફ્રિકાના દિગ્ગજ બોલર ડેલ સ્ટેને એક ચેટ શોમાં વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સનું નામ આપ્યું હતું. તેણે કહ્યું, કમિન્સ મારી દ્રષ્ટિએ હાલ વિશ્વનો શ્રેષ્ઠ બોલર છે.
કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના દિગ્ગજ બોલર ડેલ સ્ટેને એક ચેટ શોમાં વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સનું નામ આપ્યું હતું. તેણે કહ્યું, કમિન્સ મારી દ્રષ્ટિએ હાલ વિશ્વનો શ્રેષ્ઠ બોલર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) 2020 માટે કોલકાતામાં ખેલાડીઓની યોજાયેલી હરાજીમાં પેટ કમિન્સ ઓક્શનમાં સૌથી મોંઘો વેચાનાર વિદેશી ખેલાડી બની બન્યો હતો. પેટ કમિન્સ પર હરાજી દરમિયાન પૈસાનો વરસાદ થયો હતો. કોલકાતાએ પેટ કમિન્સને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો હતો.
ડેલ સ્ટેનને જ્યારે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ક્વિંટન ડિકોક, એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીનું નામ લીધું હતું. આ ઉપરાંત તેણે વર્તમાન સમયમાં બેસ્ટ બોલિંગ આક્રમણ ભારતનું હોવાનું જણાવ્યું હતું.
ડેલ સ્ટેનની ગણના વિશ્વના ઘાતક બોલરો પૈકીના એકમાં થાય છે. તેણે 93 ટેસ્ટમાં 439 વિકેટ ઝડપી છે. 125 વન ડે મેચમાં તેના નામે 196 વિકેટ છે. ઉપરાંત 44 આંતરરાષ્ટ્રીય ટી 20માં 61 વિકેટ લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion