શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને પાર્થિવ પટેલને શું અપાઈ ખાસ સૂચના? જાણો વિગત
ટીમ ઈન્ડિયા માટે બુમરાહ રમે તે પહેલા તે રણજી ટ્રોફીની મેચમાં જોવા મળશે. જેમાં તે એક દિવસમાં માત્ર 12 ઓવરથી વધારે બોલિંગ કરી શકશે નહીં
નવી દિલ્હીઃ વન-ડે ક્રિકેટમાં દુનિયાના નંબર-1 બોલર ટીમ ઈન્ડિયાના જસપ્રીત બુમરાહ ચાર મહિના સુધી સ્ટ્રેચ ફેક્ચરને લીધે આરામ પર હતો. પરંતુ હવે તે નવા વર્ષથી ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થનારી T20 સિરીઝમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. જોકે ટીમ ઈન્ડિયા માટે બુમરાહ રમે તે પહેલા તે રણજી ટ્રોફીની મેચમાં જોવા મળશે. જેમાં તે એક દિવસમાં માત્ર 12 ઓવરથી વધારે બોલિંગ કરી શકશે નહીં.
બુમરાહને ટીમ ઈન્ડિયામાં પરત ફરતા પહેલા રણજી ટ્રોફી મેચ રમવા માટે કહેવામાં આવ્યું છે. બુમરાહ સુરતમાં કેરલ સામે થનારી ગુજરાતની આગામી રણજી મેચ રમશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પેહલા ટીમના ફિઝિયો નીતિન પટેલની સ્વીકૃતી મળી ગઈ છે. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પોતે સુરત જઈ રહ્યા છે અને બુમરાહના પરફોર્મન્સ પર નજર રાખશે. સિલેક્ટર્સે બુમરાહના સંદર્ભમાં ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલને ખાસ સલાહ આપવામાં આવી છે. પાર્થિવ પટેલે કહ્યું હતું કે, બુમરાહ રમશે પણ 12 ઓવરથી વધારે ઓવર કરી શકશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion