શોધખોળ કરો
ગુજરાતના કયા સીટીમાં પહેલીવાર રમાશે ઈન્ટરનેશનલ ટી-20 મેચ, નામ જાણીને ચોંકી જશો
સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં 5 ઈન્ટરનેશનલ ટી-20 મેચ રમાશે

સુરત: સુરતીઓ વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડીનો અંત આવી ગયો છે. આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં 5 ઈન્ટરનેશનલ ટી-20 મેચ રમાશે. સુરતમાં પહેલીવાર કોઈ ઈન્ટરનેશનલ સીરિઝની યજમાની તક મળી છે. ભારત અને સાઉથ આફ્રિકાની વુમન્સ ટીમો વચ્ચે મેચ રમાશે.
સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિયેશન દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી ઈન્ટરનેશનલ મેચ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવતા હતાં. આખરે ભારત અને સાઉથ આફ્રિકાની વુમન્સ ટીમ વચ્ચે સપ્ટેમ્બર મહિનાની 25,27 અને 30 અને ઓક્ટોબર મહિનાની 3 અને 5 તારીખે આ ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. સ્ટેડિયમમાં 8 હજાર પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા છે. આ ઉપરાંત કામચલાઉ ધોરણે 20 હજારની બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે. ટી-20 મેચ પહેલા બંને મહિલા ટીમો 2 પ્રેક્ટિસ મેચ રમશે. પ્રેક્ટિસ માટે 12 પિચ તૈયાર કરવામાં આવી છે.
સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિયેશન દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી ઈન્ટરનેશનલ મેચ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવતા હતાં. આખરે ભારત અને સાઉથ આફ્રિકાની વુમન્સ ટીમ વચ્ચે સપ્ટેમ્બર મહિનાની 25,27 અને 30 અને ઓક્ટોબર મહિનાની 3 અને 5 તારીખે આ ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. સ્ટેડિયમમાં 8 હજાર પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા છે. આ ઉપરાંત કામચલાઉ ધોરણે 20 હજારની બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે. ટી-20 મેચ પહેલા બંને મહિલા ટીમો 2 પ્રેક્ટિસ મેચ રમશે. પ્રેક્ટિસ માટે 12 પિચ તૈયાર કરવામાં આવી છે. વધુ વાંચો