નોંધનીય છે કે, આઇપીએલ 2018 દરમિયાન, ધોનીએ આ વાતનો સ્વીકાર પણ કર્યો છે કે તેમની ટીમ ફિલ્ડીંગમાં મજબૂત નથી. બેટિંગમાં અંબાતી રાયડુ, શેન વૉટસન અને ખુદ પોતે સારુ પરફોર્મન્સ કર્યુ છે, જ્યારે કેટલીક હાર માટે બૉલિંગ અને ફિલ્ડીંગને જવાબદાર ઠેરવી છે. આ બાબતને લઇને સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ધોનીએ મનીષ પાંડેને ખખડાવી દીધો હતો.
3/6
એટલે કે નેક્સ્ટ પડકાર પ્લેઓફનો છે અને ત્યાં તમારી એક ભૂલ તમને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દે છે. જેથી આવા સમયે તમે ભૂલોને સુધારીને આગળ વધી શકો છો.
4/6
રૈનાએ વધુમાં કહ્યું કે, આ કારણ છે કે હંમેશા કહેતા રહે છે કે પોતાની રમત સુધારો. માહીએ આ વાતને પણ હંમેશા પ્રેસ કૉન્ફરન્સમાં કહી છે. તો પોતાના બૉલર્સ પાસેથી હંમેશા સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે.
5/6
જોકે, ધોનીને ગુસ્સે કેમ આવે છે તેના વિશે કોઇ નથી જાણતું પણ સુરેશ રૈનાએ રાજ ખોલી દીધુ છે. એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં વાતચીતમાં પુછવામાં આવેલા સવાલમાં રૈનાએ જવાબ આપતા કહ્યું કે, "બૉલર્સને હંમેશા કહેવામાં આવે છે કે તેને કયા પ્લાન પર કામ કરવાનુ છે. એક પ્રૉફેશનલ ક્રિકેટર તરીકે તમને આ આવડતું હોવું જોઇએ, મને ખબર હોય છે કે ફિલ્ડ પર મારે શું કરવાનું છે, પણ કેપ્ટન પાસેથી સલાહ લેવી ખાસ કરીને બૉલર્સ... જ્યારે તે યોગ્ય રીતે બૉલ ના ફેંકે રહ્યાં હોય અને સતત એક્સ્ટ્રા રન રન આપી રહ્યાં છે. આ વસ્તુઓ તમને વધારે પરેશાન કરી દે છે."
6/6
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં કેપ્ટન કુલના નામથી જાણીતા લોકપ્રિય ક્રિકેટર મેહન્દ્ર સિંહ ધોનીને અમૂક સમયે જ ગુસ્સો આવે છે. મેદાન પર ગમે તેટલી મુશ્કેલી પરિસ્તિતિ જ કેમ ના હોય પણ ધોની ક્યારેય પોતાનો પિત્તો ગુમાવતો નથી. પછી ભલે તે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનસીનો સમય હોય કે પછી આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપનો, કોઇ નથી જાણી શકતુ કે માહીના દિમાગમાં શું ચાલી રહ્યું છે.