મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ્સ પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર, જિયો ટીવી અને એરટેલ ટીવી પરથી જોઈ શકાશે.
2/4
6 ફેબ્રુઆરીએ બપોરે 12:30 વાગે વેલિંગટનમાં પહેલી ટી20 મેચ રમાશે. ત્યારે બાદ 8 ફેબ્રુઆરીએ સવારે 11:30 વાગે ઓકલેંડમાં બીજી ટી20 મેચ રમાશે. આ ઉપરાંત 10 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં ત્રીજી ટી20 મેચ રમાશે.
3/4
ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ટી20 સીરિઝ 6 ફેબ્રુઆરીથી વેલિંગટનના વેસ્ટપૈક સ્ટેડિયમમાં થશે જ્યાં ટીમ ઈન્ડિયાએ વન-ડે સીરિઝની પાંચમી વન-ડે ભારતે જીતી હતી. ટીમ ઈન્ડિયા આ મેદાન પર શાનદાર ફોર્મમાં જોવા મળી હતી અને તે ટી20 સીરિઝમાં પણ આ અનુભવનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.
4/4
હવે ભારતીય ટીમ અને યજમાન ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની વચ્ચે વન-ડે સીરિઝ ખત્મ થઈ ગઈ છે જેમાં ટીમ ઈન્ડિયાએ 4-1થી સીરિઝ પોતાના નામ કરી લીધી છે. હવે બન્ને દેશોની વચ્ચે ત્રણ ટી20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આઈસીસી ટી20 રેકિંગમાં બીજા નંબર પર છે જ્યારે યજમાન ટીમ ન્યુઝીલેન્ડ છઠ્ઠા નંબર પર છે.