BCCIએ ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ કરી નાંખી પસંદ, જાણો ક્યારે કરાશે જાહેરાત ?
બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ ઇનસાઇસ્પૉર્ટને પુષ્ટી કરી છે કે, ચેતન શર્માની આગેવાની વાળી પસંદગી સમિતિએ 15 સભ્યોની ભારતીય ટીમ પર ફેંસલો કરી લીધો છે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ ચાલી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે એક ખાસ ખબર સામે આવી છે. જાણકારી મળી છે કે, બીસીસીઆઇની પસંદગીકારો આગામી ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ માટેના 15 સભ્યોની પસંદગી કરી લીધી છે. આ સાથે કેટલાક રિઝર્વ ખેલાડીઓની પણ કરવામાં આવ છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત હવે ટુંક સમયમાં કરશે. રિપોર્ટ છે કે ચોથી ટેસ્ટના પરિણામ બાદ જાહેરાત કરવાની હતી પરંતુ કૉચ રવિ શાસ્ત્રી કોરોના પૉઝિટીવ આવ્યા બાદ થોડી મોડી થઇ શકે છે. જોકે બીજા રિપોર્ટ પ્રમાણે આગામી 24 કે 48 કલાકમાં ટીમની જાહેરાત થઇ શકે છે.
બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ ઇનસાઇસ્પૉર્ટને પુષ્ટી કરી છે કે, ચેતન શર્માની આગેવાની વાળી પસંદગી સમિતિએ 15 સભ્યોની ભારતીય ટીમ પર ફેંસલો કરી લીધો છે. પસંદગીકારો પહેલા જ કેપ્ટન વિરાટ કોહલી અને કૉચ રવિ શાસ્ત્રી બન્નેને મળી ચૂક્યા છે, અને તેમના ઇનપુટ લઇ ચૂક્યા છે. તે અધિકારીઓએ એ વાત પર પુષ્ટી કરી છે કે પસંદગી થયેલી ટીમની જાહેરાત સોમવારે કે પછી મંગળવાર થઇ શકે છે.
ઓગસ્ટ મહિનામાં એ નક્કી થઇ ગયુ હતુ કે આગામી ટી20 વર્લ્ડકપ 2021 માટે ભારતીય ટીમની જાહેરાત ચોથી ટેસ્ટ બાદ થશે. સુત્રોના અનુસાર, કેપ્ટન વિરાટે કોહલી અને પસંદગી સમિતિએ ટીમની પસંદગી વિશે ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ પહેલા એક વર્ચ્યૂઅલ ચર્ચા કરી હતી અને તે બેઠક દરમિયાન ટીમનો ફેંસલો કર્યો હતો. આ ઉપરાંત સુત્રએ કહ્યું કે, ભારતની પાસે પહેલાથી જ એક નિર્ધારિત ટી20 છે, અને ચર્ચા માત્ર કેટલાક ખેલાડીઓને લઇને હતી.
ઉલ્લેખનીય છે કે, આઇસીસીએ તમામ ટીમોને 10 સપ્ટેમ્બર સુધી પોતાની સ્ક્વૉડ જાહેરાત કરવા માટે કહ્યું છે. આઇસીસી માત્ર 15 ખેલાડીઓનો જ ખર્ચ ઉઠાવશે અને અન્ય ખેલાડીઓનો ખર્ચ તે બોર્ડે ઉઠાવવો પડશે. આવામાં ટી20 વર્લ્ડકપ 2021 માટે બીસીસીઆઇ 20 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. આમાં પાંચ ખેલાડીઓને રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.