શોધખોળ કરો
ટીમ ઇંડિયાની ઇંગ્લેંડ સામેની ટેસ્ટ મેચની સિલેક્શન માટેની મીટિંગ શરૂ, યુવી અને ગંભીર પર થશે મોટો નિર્ણય

નવી દિલ્લીઃ ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સીરિઝ માટેની સિલેક્ટરોન મીટિંગ શરૂ થઇ ગઇ છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 9 નવેંબરથી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ 9 નવેમ્બરથી શરૂ થઇ રહેલી ટેસ્ટ મેચ સીરિઝ માટે આજે બુધવારે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. રાણજી ટ્રૉફીમાં કેરિયરની બેસ્ટ ઇનિંગ્સ રમનાર યુવરાજ સિંહ અને ઑડિશા વિરુદ્ધ 147 રન કરનાર ગૌતમ ગંભીર પર સિલેક્ટરની નજર રહેશે. બીજી તરફ મોટી ઇનિંગ્સ રમવામાં રોહિત શર્મા પર હટાવી લટકતી તલાર છે. ઇશાંત શર્મા ટીમમાં પરત ફરવાનું નક્કી માનવામાં આવી રહ્યુ છે. પરંતુ ઓપનર જોડી માટે સિલેક્ટરને વધુ જેહમત ઉઠાવી પડશે.






















